Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:15 - પવિત્ર બાઇબલ C.L.

15 નહિ તો તેનાં સંતાનો પવિત્ર રહેવાને બદલે વિધિગત રીતે અશુદ્ધ થઈ જશે. હું પ્રભુ છું અને મેં પ્રમુખ યજ્ઞકારને મારી સેવાને માટે અલગ કરેલો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તે પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને વટાળે નહિ; કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવા હું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેણે બધા નિયમોનું પાલન કરવું, કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે. કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 નહિ તો તેનાં સંતાનો વગળવંશી થઈ જશે, તેમનું અડધું લોહી યાજકનું અને અડધું લોહી સામાંન્ય હોય તેમ બનવું જોઈએ નહિ. હું યહોવા છું. મેં મહા યાજકને પવિત્ર બનાવેલો છે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:15
16 Iomraidhean Croise  

કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


તેમણે એ લોકોની પુત્રીઓને પોતાની તથા પોતાના પુત્રોની પત્નીઓ તરીકે સ્વીકારી છે. આમ, ઈશ્વરના પવિત્ર લોકો ત્યાંના લોકો સાથે ભેળસેળ થઈ ગયા છે. એ અપરાધમાં મુખ્યત્વે આગેવાનો અને અધિકારીઓએ જ પહેલ કરી છે.”


વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે.


“ઇઝરાયલના સમગ્ર સમાજને આ પ્રમાણે કહે: તમે પવિત્ર થાઓ, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર પવિત્ર છું.


તમે પોતાને પવિત્ર રાખો. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


પરંતુ વિધવા, લગ્ન વિચ્છેદ પામેલી સ્ત્રી કે વેશ્યા સાથે તેણે લગ્ન કરવું નહિ. તેણે પોતાના કુળની કુંવારી સાથે જ લગ્ન કરવું.


પ્રભુએ મોશેને કહ્યું, “તું આરોનને આમ કહે: ખોડખાંપણવાળા એવા તારા કોઈપણ વંશજે મને ધાન્યઅર્પણ ચડાવવું નહિ. આ વંશપરંપરાગત પાળવાનો નિયમ છે.


લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.


નહિ તો તે ખાનાર પર તેનો દોષ અને સજા આવશે. હું પ્રભુ છું અને હું અર્પણને પવિત્ર કરનાર પણ છું.”


યહૂદિયાના લોકોએ ઈશ્વરને તેમણે આપેલા વચનનાં ભંગ કરીને યરુશાલેમ તથા સમગ્ર દેશમાં ભયંકર ક્મ કર્યું છે. પ્રભુના પ્રિય મંદિરને તેમણે ભ્રષ્ટ કર્યું છે. વિધર્મી દેવોની પૂજા કરનાર સ્ત્રીઓ સાથે પુરુષોએ લગ્ન કર્યાં છે.


પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.


ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર?


અર્પવાની રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અપાયેલો હોય, તો આખી રોટલીનો પૂરો કણક પવિત્ર છે. તેમ જ જો વૃક્ષનાં મૂળ અર્પિત થયેલાં હોય તો ડાળીઓ પણ પવિત્ર છે.


કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે.


Lean sinn:

Sanasan


Sanasan