Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 21:10 - પવિત્ર બાઇબલ C.L.

10 “પ્રમુખ યજ્ઞકારના શિર પર અભિષેકનું તેલ રેડાયેલું છે અને તે યજ્ઞકારનો પોષક પહેરવા માટે સમર્પિત કરાયેલો છે. તેથી તેણે પોતાના વાળ છૂટા રાખવા નહિ કે વસ્ત્ર ફાડીને શોક પ્રદર્શિત કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખયાજક હોય, ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય, ને તે પોષાક પહેરવા માટે જેનું શુદ્ધિકરણ કરાયું હોય, તે પોતાના વળ છોડી નાખે નહિ, ને પોતાનો પોષાક ફાડે નહિ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાના વસ્ત્રો ફાડવા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “તેલથી અભિષેક થયેલા અને યાજકનાં વસ્ત્રો પરિધાન કરી દીક્ષિત થયેલા વડા યાજકે શોક પાળવા પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાનાં વસ્ત્રો ફાડવા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 21:10
18 Iomraidhean Croise  

યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો.


દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા.


મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો.


આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી,


એવી એક્તા તો આરોનના શિરથી દાઢી પર, અને દાઢી પરથી તેના ઝભ્ભાના કોલર પર ઊતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે.


પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો.


ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”


રક્તપિત્તિયાએ ફાટેલાં કપડાં પહેરવાં, વાળ ઓળાવવા નહિ, હોઠ સુધીનો ચહેરો ઢાંકી રાખવો અને પોકારવું “અશુદ્ધ છું, હું અશુદ્ધ છું”


પાપ દૂર કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો આ વિધિ પોતાના પિતાને સ્થાને વિધિપૂર્વક અભિષિક્ત થઈ પદપ્રતિષ્ઠા પામેલા પ્રમુખ યજ્ઞકારે જ કરવો. તેણે યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત પવિત્ર વસ્ત્રો પહેરવાં,


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


ત્યાર પછી તેણે આરોનના માથા પર અભિષેકનું તેલ રેડીને તેની પદપ્રતિષ્ઠાનો વિધિ કર્યો.


સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું.


મુખ યજ્ઞકારે પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, તેણે ઈશ્વરનિંદા કરી છે. આપણે હવે બીજી કોઈ સાક્ષીની જરૂર રહેતી નથી. તમે અહીં જ ઈશ્વરનિંદા સાંભળી છે.


Lean sinn:

Sanasan


Sanasan