Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 20:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમે મારા નિયમો પાળો; કારણ, તમને પવિત્ર કરનાર હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તમે મારા વિધિઓ પાળો, ને તેમને અમલમાં લાવો; તમને પવિત્ર કરનાર યહોવા હું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમારે કાળજીપૂર્વક મારા સર્વ વિધિઓનું પાલન કરવું, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમાંરે કાળજીપૂર્વક માંરા સર્વ વિધિઓનું પાલન કરવું, કારણ હું તમને શુદ્ધ કરનાર યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 20:8
19 Iomraidhean Croise  

મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે.


જ્યારે હું મારું મંદિર સદાને માટે તેમની મધ્યે સ્થાપીશ ત્યારે સર્વ પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ઇઝરાયેલને મારી પ્રજા થવા માટે પવિત્ર કરેલ છે.”


“મારી આજ્ઞાઓનું પાલન કરો. એક જાતનાં પ્રાણીઓનું બીજી જાતનાં પ્રાણીઓ પાસે મિશ્ર ગર્ભાધાન કરાવવું નહિ. ખેતરમાં એક સાથે બે જાતનાં બી વાવવાં નહિ. બે જાતના રેસામાંથી વણેલું મિશ્ર કાપડ પહેરવું નહિ.


મારા બધા નિયમો અને આજ્ઞાઓ પાળજો. હું પ્રભુ છું.”


તમારે મારા પવિત્ર લોક બનવાનું છે. કારણ, હું પ્રભુ છું અને હું પવિત્ર છું. મેં તમને બીજી પ્રજાઓથી અલગ કર્યા છે, જેથી તમે ફક્ત મારા જ બની રહો.”


લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.


તમે મારા પવિત્ર નામને કલંક લગાડશો નહિ. બધા ઇઝરાયલી લોકોએ મારી પવિત્રતા જાળવવાની છે. હું પ્રભુ છું અને હું તમને પવિત્ર બનાવું છું.


જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે, તે જ મારો ભાઈ, મારી બહેન કે મારાં મા છે.


ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર?


આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે.


જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.


હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!


પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ.


આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને એટલે, તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો.


ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો અને તમારે માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પવિત્ર આત્માની શક્તિથી અને સત્ય પરના તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થાય તે માટે ઈશ્વરે તમને પ્રથમથી જ પસંદ કર્યા છે; જેથી તમે ઈશ્વરના પવિત્ર લોક બનો.


ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ.


“જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.


Lean sinn:

Sanasan


Sanasan