26 મેં એ બધાંને અખાદ્ય ઠરાવ્યાં છે, એમને ખાવાથી અશુદ્ધ થશો, તમે માંરાજ છો અને પવિત્ર રહેવા બંધાયેલા છો, કારણ હું યહોવા પવિત્ર છું, મેં તમને આ બધા લોકોથી જુદા પાડયા છે જેથી તમે માંરા થઈ શકો.”
આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું.
જો તમે અમારી સાથે ન આવો, તો તમે તમારા લોકો ઉપર તથા મારા પર પ્રસન્ન થયા છો તે કેવી રીતે જાણી શકાય? અમારી સાથેની તમારી હાજરીથી જ અમે પૃથ્વીના બીજા લોકોથી અલગ તરી આવીએ છીએ.”
યહોશુઆએ લોકોને કહ્યું, “પણ તમે કદાચ પ્રભુની સેવા નહિ કરી શકો. તે તો પવિત્ર ઈશ્વર છે અને તમારાં પાપની ક્ષમા નહિ આપે; કારણ, તે પોતાના કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતા નથી.
ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે:
અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”