Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 20:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલ લોકને આ પ્રમાણે કહે: કોઈ ઇઝરાયલી અથવા તમારી મધ્યે વસતો પરદેશી પોતાનાં બાળકોને મોલેખ દેવને બલિ ચડાવવા આપે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, જો કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલી પ્રજાને આ આજ્ઞાઓ આપ: જો કોઈ ઇસ્રાએલી કે તેઓની વચમાં રહેતો વિદેશી પોતાનાં બાળક મોલેખ દેવને ચઢાવવા આપે તો તેને મૃત્યુદંડ આપવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 20:2
33 Iomraidhean Croise  

યરુશાલેમની પૂર્વમાં આવેલા પર્વત પર તેણે મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ અને આમ્મોનના તિરસ્કારપાત્ર દેવ મિલ્કોમની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બંધાવ્યાં.


તેમણે વિધર્મી દેવોને પોતાના પુત્રો અને પુત્રીઓનાં દહનબલિ ચઢાવ્યાં; તેમણે પ્રેતાત્માના માયમનો અને ભવિષ્યવેત્તાઓનો પરામર્શ કર્યો, અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણના ગુલામ બની ગયા અને એમ તેમનો કોપ વહોરી લીધો.


યોશિયા રાજાએ હિન્‍નોમ ખીણમાં આવેલા વિધર્મી પૂજાસ્થાન તોફેથને પણ ભ્રષ્ટ કર્યું; જેથી કોઈ પોતાના પુત્રનું કે પુત્રીનું મોલેખ દેવતાને અગ્નિમાં બલિ ન ચઢાવે.


અને ઇઝરાયલી લોકો દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ જે પ્રજાઓને દેશમાંથી હાંકી કાઢી હતી તેમના ધૃણાસ્પદ રીતરિવાજોનું અનુકરણ કરીને તેણે પોતાના પુત્રોને મૂર્તિઓની આગળ દહનબલિ તરીકે ચઢાવ્યા.


તેણે બેનહિન્‍નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો.


તેમણે નિર્દોષ બાળકોનું રક્ત વહાવ્યું, એટલે પોતાનાં જ પુત્રપુત્રીઓનું રક્ત કનાનની મૂર્તિઓને ચઢાવ્યું. તે માનવ-બલિદાનના રક્તથી દેશ અશુદ્ધ બન્યો.


તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.”


તેમણે હિન્‍નોમની ખીણમાં તોફેથ નામનું પૂજાનું ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેના પર તેઓ તેમનાં પુત્રપુત્રીઓને અગ્નિથી દહન કરીને બલિ તરીકે ચડાવી શકે. આ પ્રમાણે કરવાની મેં આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખો ય કદી આવ્યો નથી!


મેં તેમને તેમનાં જ અર્પણોથી તેમને ભ્રષ્ટ થવા દીધા અને તેમના પ્રથમ જન્મેલા પુત્રોના બલિ ચડાવવા દીધા; જેથી તેઓ ત્રાસ પામે અને જાણે કે હું પ્રભુ છું.


તમે તે મૂર્તિઓ આગળ તમારા પૂર્વજો જેવાં જ અર્પણો ચડાવો છો અને તમે તમારાં બાળકોના અગ્નિબલિ ચડાવી પોતાને ભ્રષ્ટ કરો છો. વળી, એવાં કામો કર્યા પછી તમે મારી ઇચ્છા જાણવા મારી પાસે આવો છો! હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને મારા મનની ઇચ્છા જણાવીશ નહિ.


કારણ, તેમણે વ્યભિચાર કર્યો છે; તેમના હાથ ખૂનથી ખરડાયેલા છે, તેમણે મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે અને તેમણે મારાથી થયેલાં તેમના પુત્રોનો પોતાની મૂર્તિઓને અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો છે.


તેમણે જે દિવસે પોતાનાં સંતાનોને મૂર્તિઓના અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો, તે જ દિવસે મારા મંદિરમાં આવી તેને અશુદ્ધ કર્યું.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી ખાવાલાયક પ્રાણી કે પક્ષીનો શિકાર કરે તો તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને માટીથી તેને ઢાંકી દેવું.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાય તો તે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે વિધિગત રીતે શુદ્ધ ગણાય.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી દહનબલિ કે બીજો કોઈ યજ્ઞ,


“તમારે તમારા કોઈ બાળકને માનવબલિ તરીકે મોલેખને ચડાવવું નહિ. આ રીતની પૂજા પ્રભુ તમારા ઈશ્વરના નામને કલંક લગાડશે; હું પ્રભુ છું.


પ્રભુએ મોશેને કહ્યું,


“જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.”


એવાંને મોતની સજા ફટકારવી. જો કોઈ ઇઝરાયલી કે તમારી મધ્યે વસતો પરદેશી યાહવેના નામની નિંદા કરે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો.


મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું.


તમે તો મોલેખ દેવનો મંડપ અને તમારા દેવ રેફાનના તારાની મૂર્તિ ઊંચક્યાં. તમે ભક્તિ કરવા માટે એમની મૂર્તિઓ બનાવી. તેથી હું તમને બેબિલોનની પેલે પાર મોકલી દઈશ.’


તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે!


તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા નગરમાં કોઈ પુરુષ અથવા સ્ત્રી અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરીને અથવા મેં જેમની ભક્તિની મના કરી છે તે સૂર્ય, ચંદ્ર કે તારાઓની પૂજા કરીને તમારા ઈશ્વર પ્રભુ વિરૂધ પાપ કરે અને તેમની સાથેના કરારનો ભંગ કરે;


તમારામાં કોઈએ પોતાના બાળકોને વેદીના અગ્નિમાં બલિ તરીકે ચડાવવાં નહિ.


ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.”


તો તે વડીલો તે કન્યાને તેના પિતાના ઘર આગળ લાવે અને ત્યાં નગરના પુરુષો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે. કારણ, તે સ્ત્રીએ પિતાના ઘરમાં હતી તે દરમ્યાન વેશ્યાગીરી કરવાની મૂર્ખાઈ કરી છે. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


Lean sinn:

Sanasan


Sanasan