Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 “જો ધાન્ય અર્પણ ભઠ્ઠીમાં પકાવેલી રોટલીનું હોય તો તેમાં ખમીર નાખવું નહિ. એ લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવેલી ભાખરી હોય કે તેલ ચોપડેલા ખાખરા હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:4
21 Iomraidhean Croise  

વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.


તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.


ઇઝરાયલીઓએ તે ખોરાકનું નામ “માન્‍ના” (આ શું છે?) પાડયું. તે સફેદ નાના દાણા જેવું હતું અને તેનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો.


ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં.


પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


“આ સ્થળે યજ્ઞકારોએ પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ માટેનાં પશુઓનું માંસ બાફવાનું છે અને ત્યાં જ ધાન્યઅર્પણ માટેના અન્‍નની રોટલી શેકવાની છે. જેથી તેઓ બલિપશુનું માંસ અને ધાન્યઅર્પણનું અન્‍ન બહારના ચોકમાં લઈ ન જાય. અને એ પવિત્રવસ્તુઓનો સ્પર્શ થવાને લીધે લોકો પર દૈવી કોપ આવી ન પડે.


એ માણસે તેને પ્રભુ સમક્ષ વેદીની ઉત્તર બાજુએ કાપવો અને આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.


તે ઉપરાંત ખમીર વગરની રોટલીની એક ટોપલી, મોણ દીધેલા લોટની ભાખરીઓ, ખમીર વગરના તેલથી મોહેલા ખાખરા અને જરૂરી ઘાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.


તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.


“હવે મારો આત્મા વ્યાકુળ થયો છે. હું શું કહું? ‘ઓ પિતા, આ સમયમાંથી મને બચાવો,’ એમ કહું? પરંતુ આ દુ:ખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું.


જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


તેથી તમે કપટ, ઢોંગ, ઈર્ષા, નિંદા અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan