Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે તેના પર ઓલિવ તેલ રેડવું અને લોબાન મૂકવો. પછી તે અર્પણ આરોનવંશી યજ્ઞકાર સમક્ષ લાવવું. યજ્ઞકારે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો લોબાન લઈને તેમનું પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદાનો લોટ, તેલ અને ધૂપ લે. પછી યાજક યહોવાહની કરુણાની યાદગીરી માટે સુવાસિત ખાદ્યાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી તેણે એ હારુનના પુત્રો – યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:2
17 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


ઇઝરાયલી લોકો પાસેથી આ રકમ તેમના પ્રાયશ્ર્વિતના મૂલ્ય તરીકે ઉઘરાવવી અને તેનો ઉપયોગ મુલાકાતમંડપના સેવાકાર્ય માટે કરવો. એ રકમ તો તેમના જીવના પ્રાયશ્ર્વિતનું મૂલ્ય છે; એને લીધે હું તેમનું રક્ષણ કરવાનું યાદ રાખીશ.”


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


યજ્ઞકાર પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે.


યજ્ઞકારે તેમાંથી પ્રતીકરૂપે થોડું લઈ તેનું ધાન્ય અર્પણ તરીકે વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે.


“જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.


તેણે તે લાવીને યજ્ઞકારને આપવું અને યજ્ઞકાર તેમાંથી પ્રતીકરૂપે મૂઠીભર લોટ લઈ યજ્ઞવેદી પરના અગ્નિબલિ પર મૂકીને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે. આ તો પ્રાયશ્ર્વિત બલિ છે.


ત્યાર પછી તેણે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો જ લોબાન લઈને પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


ત્યાર પછી યત્રકાર તે સ્ત્રીને પ્રભુ સમક્ષ ઊભી રાખી તેના માથાના વાળ છોડી નાખે અને તેના હાથમાં સંશયનિવારણ અર્થે યાદગીરીનું ધાન્યઅર્પણ આપે. યજ્ઞકાર પોતાના હાથમાં ક્સોટીના શાપકારક પાણીનું પાત્ર રાખે.


અને તેણે ધાન્યઅર્પણમાંથી યાદગીરીના હિસ્સા તરીકે મુઠ્ઠીભર લઈને વેદી પર તેનું દહન કરવું, અને પછી સ્ત્રીને તે પાણી પીવડાવી દેવું.


તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?” દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan