Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તમે પાકના પ્રથમ ફળ તરીકે એ ચડાવી શકો, પણ સુવાસને માટે તેનું વેદી પર દહન કરી શકો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવાં; પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવાહ પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:12
15 Iomraidhean Croise  

આમ, અબ્રાહામને નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા બધા હિત્તી લોકોની સાક્ષીએ એફ્રોનના ખેતરનો કબજો તેમાં મામરેની પૂર્વે માખ્પેલામાં આવેલી ગુફા તેમજ આખા ખેતરમાં આવેલાં બધાં વૃક્ષો સહિત મળ્યો.


એ આદેશ બહાર પડતાં જ ઇઝરાયલી લોકો અનાજ, દ્રાક્ષાસવ, ઓલિવ-તેલ, મધ અને અન્ય ખેતપેદાશોની ભેટ લાવ્યા. તેઓ પ્રત્યેક વસ્તુનો દશાંશ પણ લાવ્યા.


“જ્યારે તમારું અનાજ પાકે અને દ્રાક્ષ તથા ઓલિવ ફળ પિલાય ત્યારે તેમાંથી તમે મને અર્પણ ચડાવો. “તમારા પ્રથમજનિત પુત્રોનું મને સમર્પણ કરો.


“દર વરસે તમારી કાપણીનું પ્રથમ ફળ તમારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવો. “ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફશો નહિ.


“તમારા ઘઉંના પ્રથમફળની કાપણીની શરૂઆતે તમારે કાપણીનું પર્વ ઊજવવું અને પાનખર ઋતુમાં જ્યારે તમે તમારો પાક એકત્ર કરો ત્યારે તમારે સંગ્રહનું પર્વ પાળવું.


દરેક કુટુંબે બે કિલો લોટમાં ખમીર ભેળવીને બનાવેલી બે રોટલીનું પ્રભુને નવી ફસલના પ્રથમ ફળ તરીકે અર્પણ કરવાનું છે.


આભારસ્તુતિ માટેના પોતાના સંગતબલિના યજ્ઞ સાથે તેણે ખમીરવાળી રોટલી પણ ચડાવવી.


નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવી. જેમ તમે ખળાના ધાન્યમાંથી અમુક ભાગ વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરો છો તેમ જ આ રોટલી અલગ કરવાની છે.


“દર વર્ષે ઇઝરાયલીઓ પોતાની પેદાશનો જે ઉત્તમ ભાગ એટલે ઓલિવ તેલ, દ્રાક્ષાસવ અને અનાજ પ્રથમફળ તરીકે મને ચડાવે છે તે બધું હું તને આપું છું.


પણ સત્ય હકીક્ત એ છે કે ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, અને એ તો મરણમાં ઊંઘી જનારા સજીવન થશે એની ખાતરી છે.


તેથી હે પ્રભુ, તમે આપેલ ભૂમિના પાકનું પ્રથમફળ હવે હું લાવ્યો છું.’ “પછી પ્રથમફળની બે ટોપલી પ્રભુની વેદીની સમક્ષ ધરીને તમારે ઈશ્વર પ્રભુ સમક્ષ નતમસ્તકે ભૂમિ પર પડીને નમન કરવું.


કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.


Lean sinn:

Sanasan


Sanasan