Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર ધૂપ મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:1
31 Iomraidhean Croise  

ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં.


તું મારી પાસે તારા ઘેટાંનાં દહનબલિ લાવ્યો નથી. તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં પણ ખાદ્યાર્પણ માગીને તારા પર બોજ મૂક્યો નથી, અને ધૂપ માગીને તને પરેશાન કર્યો નથી.


ઇઝરાયલીઓ જેમ પ્રભુના ઘરમાં શુદ્ધ પાત્રોમાં અર્પણો લાવે છે તેમ તેઓ તમારા જાતભાઈઓને પ્રભુને અર્પણ તરીકે ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો તથા ઊંટો પર બેસાડીને યરુશાલેમમાં મારા પવિત્ર પર્વત પર લાવશે.


“આ સ્થળે યજ્ઞકારોએ પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ માટેનાં પશુઓનું માંસ બાફવાનું છે અને ત્યાં જ ધાન્યઅર્પણ માટેના અન્‍નની રોટલી શેકવાની છે. જેથી તેઓ બલિપશુનું માંસ અને ધાન્યઅર્પણનું અન્‍ન બહારના ચોકમાં લઈ ન જાય. અને એ પવિત્રવસ્તુઓનો સ્પર્શ થવાને લીધે લોકો પર દૈવી કોપ આવી ન પડે.


મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે.


પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો.


“આઠમે દિવસે તે એક વર્ષના ખોડખાંપણ વગરના બે ઘેટા અને એક ઘેટી, ધાન્ય અર્પણ તરીકે તેલથી મોયેલો ત્રણ કિલો લોટ અને સાથે 300 ગ્રામ તેલ લાવે.


દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.


“જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.


યજ્ઞકારે તેના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવવો એટલે, તે માણસને માફ કરવામાં આવશે.”


પછી તેણે ધાન્યઅર્પણ ચડાવ્યું. મુઠીભર લોટ લઈને તેણે તેનું યજ્ઞવેદી પર દહન કર્યું. (આ અર્પણ તો દરરોજના દહનબલિ ઉપરાંતનું હતું.)


તથા સંગતબલિ તરીકે એક આખલો અને ઘેટો પ્રભુને ચડાવવાનું કહે. તેમણે આ બલિદાનને તેલથી મોયેલા ધાન્ય અર્પણ સાથે પ્રભુને ચડાવવાનાં છે. કારણ, પ્રભુ આજે તેમને દર્શન દેવાના છે.”


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


પરમપવિત્ર વસ્તુઓમાંથી અગ્નિમાં દહનીય નથી એવું આટલું તારું ગણાશે: તેઓ મને પવિત્ર અર્પણ તરીકે ચડાવે છે તે બધાં ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ તે તારા અને તારા વંશજોને માટે પરમપવિત્ર ગણાય.


તેની સાથે એક લિટર ઉત્તમ પ્રકારના તેલથી મોહેલા એક કિલોગ્રામ લોટનું ધાન્યઅર્પણ કરવું.


તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.


ત્યાર પછી તેમણે એક વાછરડો અને મોહેલા લોટનું ધાન્યઅર્પણ લેવાં અને બીજો એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે લેવો.


ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય.


પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો.


સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan