Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:32 - પવિત્ર બાઇબલ C.L.

32 “વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 “દેવનો ડર રાખો અને વડીલોનું સન્માંન કરો, તેઓ જ્યારે ઓરડીમાં આવે ત્યારે ઉભા થાવ, હું તમાંરો દેવ યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:32
15 Iomraidhean Croise  

રાહેલે પોતાના પિતાને કહ્યું, “મુરબ્બી, મારા પર ગુસ્સે ન થશો. હું તમારી આગળ ઊભી થઈ શકું તેમ નથી. કારણ, હું રજોદર્શનના સમયમાં છું.” આમ, લાબાને શોધ કરી પણ તેને કુટુંબની દેવમૂર્તિઓ મળી નહિ.


પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા.


તેથી બાથશેબા અદોનિયા માટે વાત કરવા રાજા પાસે ગઈ. રાજા ઊભો થયો અને પોતાની માને નમીને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો, અને તેણે એક બીજું આસન મંગાવ્યું જેના પર બાથશેબા રાજાની જમણી તરફ બેઠી.


તમને મોટા પરાક્રમ તથા બાહુબળથી ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ છું; તમારે મને આધીન રહીને મારી આગળ નમવાનું છે અને મને બલિદાનો ચઢાવવાનાં છે.


પેલા ત્રણ પુરુષો એલીહૂથી વયમાં મોટા હોવાથી તેઓ બોલતા હતા ત્યાં સુધી તેણે રાહ જોઈ.


તેથી બારાકેલ બૂઝીના પુત્ર એલીહૂએ ઉત્તર આપતાં કહ્યું: “હું વયમાં નાનો છું અને તમે વયોવૃદ્ધ છો તેથી હું શાંત રહ્યો, અને મારું મંતવ્ય જણાવતાં સંકોચ પામતો હતો.”


માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે.


જુવાનોનો મહિમા તેમનું જોમ છે, અને વૃદ્ધોની શોભા માથાનાં પળિયાં છે.


તારા જન્મદાતા પિતાનું કહેવું સાંભળ; તારી માતાને તેની વૃદ્ધાવસ્થામાં તુચ્છકારીશ નહિ.


લોકો એકબીજા પર અને દરેક જણ પોતાના પડોશી પર જુલમ ગુજારશે. યુવાનો વડીલોનો આદર નહિ રાખે અને હલકા માણસો પ્રતિષ્ઠિત માણસોનું સન્માન રાખશે નહિ.


અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી.


બહેરાને શાપ આપવો નહિ. આંધળાના માર્ગમાં ઠોકર મૂકવી નહિ. મારી બીક રાખો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.


મોટી ઉંમરનાઓને ઠપકો ન આપ, પણ તેમને પિતાની માફક સમજાવ. યુવાનોને ભાઈ જેવા ગણ.


સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.


Lean sinn:

Sanasan


Sanasan