Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:28 - પવિત્ર બાઇબલ C.L.

28 કોઈના અવસાનના શોકમાં શરીર પર ઘા કરવા નહિ કે શરીરે છાપ છૂંદાવવી નહિ. હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 મૂએલાંને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો; હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 મૃત્યુ પામેલાઓના લીધે તમારા શરીર પર ઘા કરવા નહિ તથા તમારા શરીર પર છાપ મરાવવી નહિ, હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 કોઈના મૃત્યુના શોકમાં તમાંરા શરીર પર ઘા કરવા નહિ તથા તમાંરા શરીર પર છૂંદણાં છૂંદાવવા નહિ, હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:28
18 Iomraidhean Croise  

તેથી એ સંદેશવાહકોએ વધુ મોટા પોકાર કર્યા અને તેમની વિધિ પ્રમાણે લોહી વહી નીકળે ત્યાં સુધી પોતાને છરી ખંજરોથી ઘાયલ કર્યા.


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


બધાએ શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવ્યું છે અને દાઢી કપાવી છે, હાથો પર ઘા કરેલા છે અને કમરે કંતાન બાંધ્યું છે.


તમારા માથાની બાજુના વાળ કપાવવા નહિ કે દાઢીના ખૂણા કપાવવા નહિ.


“તમારી પુત્રીઓને મંદિરની દેવદાસી બનાવી ભ્રષ્ટ કરશો નહિ. એમ કરવાથી તમે અન્ય દેવો તરફ ફરી જશો અને આખો દેશ વેશ્યાગમન કરતો થઈ જશે અને ભ્રષ્ટતાથી ભરપૂર થઈ જશે.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારોને કહે: કોઈ યજ્ઞકારે સ્નેહીજનનું મૃત્યુ થાય તો તેના શબ પાસે જઈને અથવા શબને અડકીને વિધિગત રીતે પોતાને અશુદ્ધ કરવો નહિ.


પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ.


“કોઈ યજ્ઞકારે શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવવું નહિ કે દાઢી કપાવવી નહિ કે શરીરને ઘાયલ કરવું નહિ.


તે કબરોમાં અને ડુંગરાઓમાં બૂમબરાડા પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો રાતદિવસ ભટક્યા કરતો.


તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમને પ્રભુનાં દર્શન થયાં છે.” પણ તેણે જવાબ આપ્યો, “જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહિ અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહિ તથા તેમની છાતીના પડખામાં મારો હાથ મૂકું નહિ, ત્યાં સુધી હું કદી માનવાનો જ નથી.”


“તમે તમારા ઈશ્વર પ્રભુનાં સંતાન છો. તેથી મરેલાં માટે શોક પાળવામાં તમે તમારા અંગ પર ઘા કરો નહિ, કે તમારા માથાનો અગ્રભાગ મૂંડાવો નહિ.


તેમને રિબાવતા અગ્નિનો ધૂમાડો સદાસર્વકાળ ઊંચે ચડયા કરશે. પશુની કે તેની પ્રતિમાની ભક્તિ કરનાર અને તેના નામની છાપ લગાવનાર દરેકને રાતદિવસ ચેન પડશે નહિ.


એ બે દૂત પછી ત્રીજો દૂત આવ્યો અને તેણે મોટે અવાજે પોકાર્યું, “જે કોઈ પ્રથમ પશુની અને તેની પ્રતિમાની ભક્તિ કરશે અને તેની છાપ કપાળે અથવા પોતાના હાથ પર લગાવશે,


પછી મેં અગ્નિમિશ્રિત ક્ચના સમુદ્ર જેવું કંઈક જોયું. વળી, મેં પશુ, તેની પ્રતિમા અને તેના નામના આંકડા પર વિજય પ્રાપ્ત કરનારાઓને જોયા. તેઓ ક્ચના સમુદ્ર પાસે ઈશ્વરે આપેલી વીણા લઈને ઊભા હતા.


પહેલા દૂતે જઈને તેનો પ્યાલો પૃથ્વી પર રેડી દીધો. એથી પેલા પશુની છાપવાળા અને તેની મૂર્તિની પૂજા કરનાર લોકોના શરીર પર ભયાનક અને પીડાકારક ગૂમડાં ફૂટી નીકળ્યાં.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan