Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:26 - પવિત્ર બાઇબલ C.L.

26 “તમારે રક્ત સહિત માંસ ખાવું નહિ. મંત્રવિદ્યા વાપરવી નહિ કે જોષ જોવા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તમારે રક્તવાળું માંસ ખાવું નહિ. ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “તમાંરે લોહીવાળું માંસ ખાવું નહિ, તેમજ કામણ ટૂમણ પણ કરવું નહિ, તેમજ તમાંરે જ્યોતિષીઓ કે જાદુગરો પાસે જવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:26
22 Iomraidhean Croise  

મારો શેઠ જેમાંથી પીએ છે, અને જેના દ્વારા તે શુકન જુએ છે તે શું એ પ્યાલો નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.”


એટલું જ કે તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે.


તેમણે વિધર્મી દેવોને પોતાના પુત્રો અને પુત્રીઓનાં દહનબલિ ચઢાવ્યાં; તેમણે પ્રેતાત્માના માયમનો અને ભવિષ્યવેત્તાઓનો પરામર્શ કર્યો, અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણના ગુલામ બની ગયા અને એમ તેમનો કોપ વહોરી લીધો.


તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો.


તેણે બેનહિન્‍નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો.


ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું.


પરંતુ જાદુગરો પણ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે ઇજિપ્ત પર દેડકાં લાવ્યા.


પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવોથી ગભરાશો નહિ.


જ્યોતિર્વિદોએ જવાબ આપ્યો, “હે રાજા, આપ જે જાણવા માગો છો તે કહેવાને પૃથ્વીના પટ પર કોઈ સમર્થ નથી. અરે, સૌથી મહાન અને પરાક્રમી રાજાએ પણ આવી વાત પોતાના જ્યોતિષો, જાદુગરો કે મંત્રવિદોને કદી પૂછી નથી.


પાંચમે વર્ષે તેનાં ફળ તમે ખાઈ શકો. જો તમે આ પ્રમાણે કરશો તો તમારાં ફળઝાડનો ફાલ ખૂબ જ વધશે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”


હે ઇઝરાયલીઓ, તમે ગમે ત્યાં વસતા હો પણ તમારે કોઈ પ્રાણી કે પક્ષીનું રક્ત ખાવાનું નથી.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું.


માત્ર તમારે લોહી ખાવું નહિ. તે તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.


માત્ર એટલી કાળજી રાખજો કે માંસ સાથે લોહી ખાવામાં ન આવે. કારણ, લોહીમાં જીવન છે અને તમારે માંસ સાથે જીવ ખાવો નહિ.


પણ તેમનું લોહી તમારે ખાવું નહિ. તેને તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.


ઇઝરાયલીઓ નિર્ગત થઈ ગયા હતા. તેથી તેઓ શત્રુ પાસેથી મેળવેલી લૂંટ પર તૂટી પડયા. તેમણે ઘેટાં, બળદો, અને વાછરડા લઈને સ્થળ પર જ કાપી નાખ્યા અને રક્તવાળું માંસ ખાવા લાગ્યા.


શાઉલને કહેવામાં આવ્યું, “જુઓ, લોકો રક્તવાળું માંસ ખાઇને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે.” શાઉલે કહ્યું, “તમે છેતરપીંડી કરી છે. એક મોટો પથ્થર અહીં ગબડાવી લાવો.”


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan