Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:13 - પવિત્ર બાઇબલ C.L.

13 “કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા દે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “તમાંરે કોઈને લૂંટવો નહિ કે કોઈનું શોષણ કરવું નહિ, ત્રાસ આપવો નહિ, મજૂરીએ રાખેલા માંણસનું મહેનતાણું સમયસર ચૂકવી દેવું. તેઓના મહેનતાણાંમાંથી તારી પાસે કાંઈ બાકી રહે તો તે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:13
29 Iomraidhean Croise  

‘જે પોતાના લાભ માટે મિત્રોને દગો દે છે, તેનાં સંતાનો પણ આંખો ગુમાવે છે.’


જો તેની ઊપજ વળતર આપ્યા વગર ખાધી હોય, અને ભાગે ખેતી કરનારાઓને ભૂખે મરવા દીધા હોય;


ગુલામ છાંયડાની ઝંખના કરે છે, અને કામદાર આતુરતાથી વેતનની રાહ જુએ છે.


“તમે ચોરી ન કરો.


જો તે ઢોરને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધું હોય તો તે માણસ ઢોરના બચેલાં અંગો રજુ કરે; એવા ઢોર માટે તેણે માલિકને નુક્સાન ભરી આપવાની જરૂર નથી.


પરંતુ ઢોરના માલિકની હાજરીમાં એવું બને તો પેલા માણસે નુક્સાન ભરપાઈ કરવાની જરૂર નથી. પરંતુ તે ઢોર ભાડે લેવાયું હોય તો નુક્સાની વળી ગયેલી સમજવી.


તમારી સાથે વસતા પરદેશીને તમે પરેશાન ન કરો અથવા તેના પર જુલમ ન ગુજારો. યાદ રાખો કે તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા.


“જો કોઈ માણસ બીજાના પૈસા કે કિંમતી વસ્તુઓ સાચવવા માટે રાખે અને તેના ઘરમાંથી તે ચોરાઈ જાય, અને જો ચોર પકડાય તો ચોર તે માણસને બમણું પાછું આપે.


ખોટાં વજનિયાં અને ખોટાં માપિયાં વાપરનારને પ્રભુ ધિક્કારે છે.


ગરીબની લાચારીનો ગેરલાભ ઉઠાવીશ નહિ, અને ન્યાયસભામાં જુલમપીડિતો પર અત્યાચાર કરીશ નહિ.


જો આજે જ તારા પડોશીને તું મદદ કરી શકે તેમ હોય, તો તેને “પછીથી આવજે, હું તને કાલે આપીશ” એમ ના કહીશ.


અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે!


પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ.


કોઈના પર અત્યાચાર કરતો ન હોય, કોઈને ઠગતો ન હોય કે કોઈને લૂંટતો ન હોય, દેવાદારે ગીરો મૂકેલ વસ્તુ તેને પાછી આપતો હોય, જેણે કોઈને લૂંટયો ન હોય, ભૂખ્યાંને ભોજન ને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય,


કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.


દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી.


તેથી તમે સાથી ઇઝરાયલીને જમીન વેચો કે ખરીદો ત્યારે તેમાં ગેરલાભ ઉઠાવશો નહિ.


તમારે એકબીજા સાથે છેતરપિંડી કરવી નહિ. તમારા ઈશ્વર પ્રભુની બીક રાખવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


અથવા કોઈની ગુમ થયેલી વસ્તુ તેને મળી હોય તે પાછી ન આપે અથવા એ વિષે જૂઠું બોલે અથવા જૂઠા સોગંદ ખાય અને એ રીતે પ્રભુની વિરુદ્ધ પાપ કરે,


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


સાંજ પડી ગઈ. માલિકે પોતાના મુકાદમને બોલાવીને કહ્યું, ’મજૂરોને બોલાવ અને જેઓ છેલ્લા આવ્યા હતા તેમને પ્રથમ, ને જેઓ પ્રથમ આવ્યા હતા તેમને છેલ્લે એમ તેમને રોજી આપ.’


તું આજ્ઞાઓ તો જાણે છે: ‘ખૂન ન કર; વ્યભિચાર ન કર; ચોરી ન કર; જુઠ્ઠી સાક્ષી ન પૂર; છેતરપિંડી ન કર; તારાં માતાપિતાનું સન્માન કર.”


“ગુરુજી, અમે શું કરીએ?” તેણે કહ્યું, “ક્યદેસરનું હોય તે કરતાં વધારે ઉઘરાવો નહિ.”


આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે.


કારણ, શાસ્ત્રમાં લખ્યું છે: “જ્યારે બળદ અનાજ છૂટું પાડવાનું કાર્ય કરે ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” અને, “મહેનત કરનારને વેતન મેળવવાનો હક્ક છે.”


તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે.


Lean sinn:

Sanasan


Sanasan