Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11-12 “તમારે ચોરી ન કરવી, જૂઠું બોલવું નહિ, એકબીજાને છેતરવા નહિ. મારા નામના જૂઠા સોગંદ ખાવા નહિ અને એ રીતે મારા નામનું અપમાન કરવું નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમે ચોરી ન કરો, તેમ જ તમે દગો ન કરો, ને એકબીજાની આગળ જૂઠું ન બોલો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ચોરી કરવી નહિ. જુઠ્ઠું બોલવું નહિ. એકબીજાને છેતરવા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “તમાંરે ચોરી કરવી નહિ, કે કોઈને છેતરવું કે ઠગવું પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 19:11
28 Iomraidhean Croise  

આબ્શાલોમના અધિકારીઓએ એ ઘેર આવીને પેલી સ્ત્રીને પૂછયું, “અહિમાસ અને યોનાથાન ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “તેઓ યર્દન નદી પાર જતા રહ્યા.” પેલા માણસોએ શોધ કરી પણ તેઓ મળ્યા નહિ, એટલે તેઓ પાછા યરુશાલેમ ગયા.


પછી બેથેલના વૃદ્ધ સંદેશવાહકે તેને કહ્યું, “હું પણ તમારા જેવો સંદેશવાહક છું, અને પ્રભુની આજ્ઞાથી તમને મારે ઘેર લઈ આવવા અને તમારું સ્વાગત કરવા દૂતે મને જણાવ્યું છે.” પણ વૃદ્ધ સંદેશવાહક જૂઠું બોલતો હતો.


કપટ આચરનાર કોઈપણ માણસ મારા મહેલમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર કોઈપણ માણસ મારી નજર આગળ ટકી શકશે નહિ.


“તમે ચોરી ન કરો.


“તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો.


“તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.”


“જો કોઈ માણસ બળદ અથવા ઘેટું ચોરી લે અને પછી તેને મારી નાખે કે વેચી દે તો તેણે એક બળદના બદલામાં પાંચ બળદ અને એક ઘેટાના બદલામાં ચાર ઘેટાં પાછા આપવાં.


“જો કોઈ માણસ બીજાના પૈસા કે કિંમતી વસ્તુઓ સાચવવા માટે રાખે અને તેના ઘરમાંથી તે ચોરાઈ જાય, અને જો ચોર પકડાય તો ચોર તે માણસને બમણું પાછું આપે.


“તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ.


પૂરતા કારણ વિના તારા પાડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર, અને તારા મુખે તેને વિશે કપટી વાત બોલીશ નહિ.


કારણ, નાનામોટા સૌ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે!


દ્રાક્ષવેલાની એકેએક દ્રાક્ષ ઉતારી ન લેવી અને નીચે પડેલી દ્રાક્ષ પણ લઈ ન લેવી. ગરીબ અને પરદેશીઓ માટે તે રહેવા દેવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે.


જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ.


જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય.


‘તમે ચોરી ન કરો.


એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે.


વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan