Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 18:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તમારા પહેલાં આ દેશમાં જે પ્રજાઓ વસતી હતી તેઓ આવાં પ્રકારનાં ધિક્કારપાત્ર કૃત્યો આચરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 (કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના [વતની] હતા, તેઓએ એ સઘળાં અમંગળ કૃત્યો કર્યાં છે, ને દેશ અશુદ્ધ થયો છે.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તમાંરા પહેલા જે પ્રજા આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી તેથી દેશ અશુદ્ધ થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 18:27
14 Iomraidhean Croise  

એથીય ભૂંડી વાત તો એ કે તેમનાં સ્ત્રીપુરુષ એ વિધર્મી પ્રજાઓનાં પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ કરતાં હતાં. ઇઝરાયલીઓ દેશનો કબજો લેતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી એ પ્રજાઓનાં જેવાં શરમજનક કૃત્યો યહૂદિયાનાં લોકોએ પણ આચર્યાં.


એને બદલે, તે ઇઝરાયલના રાજાઓના નમૂનાને અનુસર્યો. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ હાંકી કાઢેલ પ્રજાઓની ઘૃણાસ્પદ રીતરસમો અનુસરીને તેણે મૂર્તિ સમક્ષ પોતાના પુત્રનું અગ્નિમાં અર્પણ કર્યું.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


વળી, યહૂદિયાના આગેવાનો, યજ્ઞકારો અને લોકોએ મૂર્તિપૂજા કરીને તેમની આસપાસની પ્રજાઓનું અનુસરણ કર્યું. અને એમ પ્રભુએ પોતે યરુશાલેમના જે મંદિરને પવિત્ર કર્યુ હતું તેને અશુદ્ધ કર્યું.


તેઓ મદોન્મત બની ગઇ હતી અને મારી દષ્ટિમાં ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. તેથી મેં તેમનો વિનાશ કર્યો, એ તું જાણે છે.


કેટલાક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, તો બીજા કેટલાક પોતાની પુત્રવધૂઓને ભ્રષ્ટ કરે છે, તો કોઇ પોતાની ઓરમાન બહેનોનો શીલભંગ કરે છે.


પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.


“આ પ્રમાણેનાં કૃત્યો આચરીને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. તમારા વસવાટ માટે હું જે પ્રજાઓને હાંકી કાઢવાનો છું તે આ જ બાબતો સંબંધી અશુદ્ધ થયેલી હતી.


તેથી તમારે મારા નિયમો અને ફરમાનોનું પાલન કરવું. તમારામાંથી કોઈએ પણ, પછી તે ઇઝરાયલી હોય કે તમારી મધ્યે વસતો પરદેશી હોય, આમાંનું કોઈ ધિક્કારપાત્ર કૃત્ય આચરવું નહિ.


જો હવેથી તમે તમારા પહેલાં વસતી પ્રજાઓની જેમ દેશને અશુદ્ધ બનાવશો તો તે તમને પણ ઓકી કાઢશે.


નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.


એ જ પ્રમાણે એવી સ્ત્રી વેશ્યાની કે પુરુષ વેશ્યાની કમાણી તમારે તમારી માનતા પૂરી કરવા માટે તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં લાવવી નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ એ બન્‍નેની કમાણીને ધિક્કારે છે.


જેઓ જુદાં જુદાં કાટલાં અને માપ વાપરીને લોકોને છેતરે છે તેમને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે.


‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


Lean sinn:

Sanasan


Sanasan