Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 17:5 - પવિત્ર બાઇબલ C.L.

5 આ આજ્ઞાનો અર્થ એ છે કે અગાઉ ઇઝરાયલીઓ ખુલ્લા પ્રદેશમાં પ્રભુને યજ્ઞો ચડાવતા હતા; પરંતુ હવે તેમણે પ્રભુને અર્પણ કરવાનાં પ્રાણીઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યજ્ઞકાર પાસે લાવવાં અને તેમનું સંગતબલિ તરીકે અર્પણ ચડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એ માટે કે જે યજ્ઞ ઇઝરાયલી લોકો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે, એટલે તે તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાને માટે લાવે, ને તે વડે તેઓ યહોવાને માટે શાંત્યર્પણોના યજ્ઞ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ આજ્ઞા એ ઉદ્દેશથી આપવામાં આવી છે કે જેથી ઇઝરાયલી લોકો એક ખુલ્લાં મેદાનમાં બલિદાન કરવાના બદલે તે યહોવાહને માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે અને તે વડે તેઓ યહોવાહને માટે શાંત્યર્પણો કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ નિમય આપવામાં આવ્યો જેથી ઇસ્રાએલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓએ તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવાં,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 17:5
20 Iomraidhean Croise  

અબ્રાહામે બેરશેબામાં પ્રાંસનું વૃક્ષ રોપ્યું અને ત્યાં સાર્વકાલિક ઈશ્વર યાહવેને નામે ભજન કર્યું.


અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું.


ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”


પર્વત પર બલિદાન ચડાવ્યું અને પોતાના સંબંધીઓને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પછી તેઓ આખી રાત પર્વત પર જ રોકાયા.


તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


પ્રભુને માટે હજી મંદિર બાંધવામાં આવ્યું નહોતું, અને લોકો ભક્તિનાં જુદાં જુદાં ઉચ્ચસ્થાનો પર બલિદાન ચડાવતા હતા.


શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


પૂજાનાં ઉચ્ચસ્થાનોએ, પ્રત્યેક ટેકરી પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે આહાઝ બલિદાનો ચઢાવતો અને ધૂપ બાળતો.


પ્રત્યેક પર્વત પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે તેમણે શિલાસ્તંભો અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી.


તેણે પ્રત્યેક ટેકરી પરનાં અને પ્રત્યેક લીલા વૃક્ષ નીચેનાં પૂજાસ્થાનોએ બલિદાન ચઢાવ્યાં અને ધૂપ બાળ્યો.


પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


તમારામાં કેટલાક બીજાઓની હત્યા કરવા માટે તેમના ઉપર ખોટા આક્ષેપ મૂકે છે, કેટલાક મૂર્તિઓને ચડાવેલ બલિ ખાય છે, કેટલાક હંમેશા લંપટતા આચરે છે,


જ્યારે એ સાત દિવસો પૂરા થાય ત્યારે એટલે કે, આઠમા દિવસથી યજ્ઞકારો વેદી પર લોકોનાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાનું શરૂ કરે, એટલે, હું તમારો અંગીકાર કરીશ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


યજ્ઞકાર તેનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસેની યજ્ઞવેદી પર છાંટે અને બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે; એની સુવાસ પ્રભુને પ્રિય છે.


જે દેશ તમે કબજે કરવાના છો ત્યાં ઊંચા પર્વતો પર, ટેકરાઓ પર અને લીલાંછમ વૃક્ષો તળે જ્યાં જ્યાં ત્યાંની પ્રજાઓ તેમના દેવોની પૂજા કરે છે તે બધાં સ્થાનકોનો તમારે અચૂક નાશ કરવો.


Lean sinn:

Sanasan


Sanasan