Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:34 - પવિત્ર બાઇબલ C.L.

34 આ નિયમ કાયમને માટે પાળવાનો છે. ઇઝરાયલી લોકને તેમનાં બધાં પાપથી શુદ્ધ કરવાને માટે પ્રાયશ્ર્વિતનો આ વિધિ વર્ષમાં એક વાર કરવો.” તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને ઇઝરાયલી લોકોનાં બધાં પાપને લીધે તેઓને માટે વર્ષમાં એક વખત પ્રાયશ્ચિત્ત કરવું, એ તમારે માટે સદાનો વિધિ થાય.” અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ તેણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 આ કાયમી નિયમ છે, પ્રતિવર્ષ આ રીતે એક વખત ઇસ્રાએલીઓનાં પાપો માંટે પ્રાયશ્ચિત કરવું.” યહોવાએ મૂસાને આપેલી આ સર્વ આજ્ઞાનો હારુને અમલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:34
14 Iomraidhean Croise  

મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”


મોશેએ સર્વ વસ્તુઓ તપાસી જોઈ અને તેણે જોયું કે તેમણે સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું હતું. તેથી મોશેએ તેમને આશિષ આપી.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


પ્રભુએ મોશેને કહ્યું,


તે દિવસે કંઈ રોજિંદું કામ કરવું નહિ; કારણ, તે તો પ્રભુ તમારા ઈશ્વર આગળ તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરવાનો દિવસ છે.


તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.


મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું.


તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”


“સાતમા મહિનાના દસમે દિવસે તમારે ભક્તિસંમેલન રાખવું. તે દિવસે તમારે ઉપવાસ કરવો અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.


આમ, જેઓ પાપમાંથી શુદ્ધ થયા છે તેમને તેમણે એક જ બલિદાનથી સર્વકાળને માટે સંપૂર્ણ બનાવ્યા છે.


અત્યારની વ્યવસ્થા પ્રમાણે તો બલિદાનો લોકોને વર્ષોવર્ષ તેમનાં પાપની યાદ આપે છે.


યહૂદી પ્રમુખ યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં દર વર્ષે પ્રાણીઓના રક્ત સાથે પ્રવેશ કરે છે. પણ પોતાનું અર્પણ કરવા માટે ખ્રિસ્તે ઘણીવાર પ્રવેશ કર્યો નથી;


પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો.


Lean sinn:

Sanasan


Sanasan