Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:29 - પવિત્ર બાઇબલ C.L.

29 “આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:29
28 Iomraidhean Croise  

તેઓ સૌ એનાથીમ એટલે સાતમા માસમાં માંડવાપર્વ વખતે એકઠા થયા.


સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા,


મેં આહવાની નહેર પાસે સૌને ઉપવાસ કરવા અનુરોધ કર્યો. અમારી મુસાફરીમાં ઈશ્વર અમને સીધો રસ્તો બતાવે અને અમારું, અમારાં બાળકોનું તથા અમારા માલસામાનનું રક્ષણ કરે તે માટે ઈશ્વર સમક્ષ નમ્ર બનીને સૌ પ્રાર્થના કરે એમ જણાવ્યું.


પરંતુ તેઓ માંદા પડતા ત્યારે હું શોકમાં કંતાન ઓઢતો, ઉપવાસથી મારા જીવને કષ્ટ આપતો, અને માથું ખોળામાં ઢાળીને પ્રાર્થના કર્યા કરતો.


જ્યારે ઉપવાસ સહિત રુદનમાં મેં મારો પ્રાણ રેડી દીધો, ત્યારે એ પણ મારી નિંદાનું નિમિત્ત બન્યું.


પ્રથમ તથા સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસભા માટે એકત્ર થવું. આ દિવસો દરમ્યાન તમારે રસોઈ બનાવવા સિવાય અન્ય કંઈ કામ કરવું નહિ.


પરંતુ સાતમો દિવસ તો મારે માટે અલગ કરેલો સાબ્બાથદિન છે. તમે, તમારાં સંતાનો, તમારાં દાસદાસી, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં રહેનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરે.


વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”


તેથી તમારે સાબ્બાથદિન જરૂરથી પાળવો; કારણ કે તે પવિત્ર છે. સાબ્બાથદિન નહિ પાળતાં તે દિવસે કામ કરનારને નિશ્ર્વે મારી નાખવો.


છ દિવસ તમારે તમારાં સર્વ કામ કરવાં, પરંતુ સાતમો દિવસ સંપૂર્ણ આરામનો દિવસ છે અને મારે માટે અલગ કરાયેલો છે. સાબ્બાથદિને કાર્ય કરનાર નિશ્ર્વે માર્યો જાય.


પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ,


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


શું હું આવો ઉપવાસ પસંદ કરું છું? વ્યક્તિએ આત્મકષ્ટ કરવાનો દિવસ આવો હોય? માત્ર બરુની જેમ પોતાનું માથું નમાવવું અને કંતાન તેમ જ રાખના પાથરણા પર બેસવું એ જ ઉપવાસ છે? શું એવો દિવસ મને પ્રભુને માન્ય થશે?


ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.


ત્રણ સપ્તાહ સુધી મેં કોઈ સ્વાદિષ્ટ ખોરાક કે માંસ ખાધું નહોતું; ન તો મેં દ્રાક્ષાસવ પીધો કે ન તો મેં તેલમર્દન કર્યું હતું.


તે દિવસે તમારે રોજિંદું કામ કરવું નહિ. પણ પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.


“છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે.


તમારે સાત દિવસ સુધી દરરોજ અગ્નિબલિ ચડાવવાનો છે. આઠમે દિવસે ફરીથી ભજનને માટે સંમેલન ભરવું અને અગ્નિબલિ ચડાવવો. તે તો પર્વ સમાપ્તિ નિમિત્તે પ્રભુના ભજનનો દિવસ છે અને તેથી કોઈએ કંઈ રોજિંદું કામ કરવું નહિ.


પછી સાતમા માસને દસમે દિવસે એટલે પ્રાયશ્ર્વિતના દિવસે તમારે સમગ્ર દેશમાં રણશિંગડું વગાડવા માણસ મોકલવો.


તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.”


“સાતમા મહિનાના દસમે દિવસે તમારે ભક્તિસંમેલન રાખવું. તે દિવસે તમારે ઉપવાસ કરવો અને અન્ય રોજિંદું કામ કરવું નહિ.


અમે ત્યાં લાંબો સમય ગાળ્યો અને ‘પ્રાયશ્ર્વિતનો દિવસ’ વીતી ગયો હતો અને વર્ષના આ ભાગમાં મુસાફરી ચાલુ રાખવી જોખમકારક હતી. તેથી પાઉલે તેમને આવી સલાહ આપી:


જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ, તો આપણે ઈશ્વરના ન્યાયશાસન નીચે આવતા નથી;


જેમ ઈશ્વરે પોતાનાં કાર્યોમાંથી વિશ્રામ કર્યો તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશે છે તે પોતાનાં સર્વ કાર્યોમાંથી વિશ્રામ લે છે.


તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan