Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યહોવાની સમક્ષ વેદી પાસે બહાર આવીને તેને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીનાં શિંગોની આસપાસ તે લગાડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 બહાર આવીને તેણે યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેનો પણ પ્રાયશ્ચિત વિધિ કરવો. તેણે વાછરડાના અને બકરાના લોહીમાંથી થોડું થોડું લઈને વેદીનાં ટોચકાંઓને લગાડવું

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:18
14 Iomraidhean Croise  

વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.”


તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું.


બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો એક બકરો પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવો અને અગાઉ જેમ આખલાના રક્તથી વેદીને પવિત્ર કરી હતી તેમ બકરાના રક્ત વડે વેદીને પવિત્ર કરવી.


યજ્ઞકારે પ્રાયશ્ર્વિત માટેના બલિનું થોડુંક રક્ત લેવું અને તેને મંદિરની બારસાખો પર, યજ્ઞવેદીના પાયાના ચારે ખૂણાઓ પર અને અંદરના ચોકના દરવાજાની બારસાખો પર લગાડવું.


આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે.


આરોન પવિત્રસ્થાનમાં પોતાનાં, પોતાના કુટુંબનાં અને ઇઝરાયેલી સમાજનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવા પરમપવિત્ર- સ્થાનમાં જાય અને પાછો બહાર ન આવે ત્યાં સુધી કોઈએ મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ.


ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


એ ઉપરાંત તમારા પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.


અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય.


તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan