Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 15:21 - પવિત્ર બાઇબલ C.L.

21 જો કોઈ તેની પથારીને સ્પર્શે તો તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જે કોઈ તેના બિછાનાને અડકે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જે કોઈ માણસ તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું; તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જે કોઈ વ્યકિત તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 15:21
9 Iomraidhean Croise  

સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


“જો કોઈ આ પ્રાણીઓના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ફાટેલી ખરીવાળાં પણ પગમાં ચિરાયેલાં ન હોય, વાગોળતાં ન હોય અને પંજા પર ચાલતાં હોય એવાં ચોપગાં પ્રાણીઓ અશુદ્ધ છે. જે કોઈ તેમનાં શબનો સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખવાં. છતાં સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


આ સાત દિવસ સુધી તેની પથારી અને બેઠક પણ અશુદ્ધ ગણાય.


જો કોઈ તેની બેઠકનો સ્પર્શ કરે તો તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan