Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પછી તે બીજું જીવતું પક્ષી, ગંધતરુંનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી ઝરાના નિર્મળ પાણી પર કાપેલા પક્ષીના રક્તમાં બોળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જીવતા રહેલા પક્ષીને, તથા એરેજવૃક્ષના લાકડાને, તથા કિરમજી રંગને, તથા ઝૂફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યાર પછી તેણે બીજું પંખી. દેવદારનું લાકડું, કિરમજી કાપડ અને ઝુફો લઈને ઝરાના પાણી ઉપર વધેરેલા પંખીના લોહીમાં બોળવાં.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:6
13 Iomraidhean Croise  

મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


જો રોગ મટી ગયો હોય તો યજ્ઞકાર તેને માટે જીવતાં શુદ્ધ પક્ષીઓ અને તે સાથે ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી મંગાવે.


ત્યાર પછી યજ્ઞકાર તેમાંના એક પક્ષીને ઝરાના નિર્મળ પાણીથી ભરેલા માટીના કટોરામાં કાપવાની આજ્ઞા કરે.


એક પક્ષીને ઝરાના નિર્મળ પાણી ભરેલા માટીના કટોરામાં કાપવું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો.


આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા.


આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્રના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ, તેથી ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે!


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan