Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:21 - પવિત્ર બાઇબલ C.L.

21 “જો કોઈ માણસ ગરીબ હોય અને આ બધું ચડાવવાને સમર્થ ન હોય તો તેણે શુદ્ધિકરણ માટે દોષનિવારણ બલિ તરીકે એક જ ઘેટો લાવવો. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરવું. તેની સામે ધાન્યઅર્પણ તરીકે ફક્ત તેલથી મોયેલો એક કિલો લોટ અને ત્રણસો ગ્રામ તેલ લાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જો તે ગરીબ હોય, અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને દોષાર્થાર્પણને માટે આરતી ઉતારવા માટે તે એક નર હલવાન, ને ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ મેંદો, તથા એક માપ તેલ લે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “જો તે માંણસ ગરીબ હોય અને આ બધું ધરાવી શકે એમ ના હોય, તો તેણે માંત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો. યાજકે તેને તે વ્યક્તિના પ્રાયશ્ચિત માંટે આરતીમાં ધરાવવો અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફકત તેલથી મોંયેલો 8 વાટકા લોટ અને પા કિલો તેલ લાવવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:21
17 Iomraidhean Croise  

ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.


ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે.


અમીર અને ગરીબ વચ્ચે આ સામ્ય છે: પ્રભુ એ સૌના સર્જક છે.


રાજર્ક્તા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્યઅર્પણ તથા હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને પ્રત્યેક એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ પણ આપે.


“જ્યારે કોઈ માણસ પક્ષીનું દહનબલિ ચડાવે તો તે હોલા કે કબૂતરનાં બચ્ચાનું હોય.


“જો તે સ્ત્રી ઘેટો લાવવાને સમર્થ ન હોય તો તેણે કબૂતર કે હોલાનાં બે બચ્ચાં લાવવાં: એક દહનબલિ માટે અને બીજું પ્રાયશ્ર્વિત બલિ માટે. યજ્ઞકાર તેને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે સ્ત્રી વિધિગત રીતે શુદ્ધ થયેલી ગણાય.”


“આઠમે દિવસે તે એક વર્ષના ખોડખાંપણ વગરના બે ઘેટા અને એક ઘેટી, ધાન્ય અર્પણ તરીકે તેલથી મોયેલો ત્રણ કિલો લોટ અને સાથે 300 ગ્રામ તેલ લાવે.


તે સાથે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ તરીકે લાવવાં.


“જો કોઈએ માનતા લીધી હોય અને પછી ગરીબીને લીધે નિયત કરેલું મુક્તિમૂલ્ય ચૂકવવા અસમર્થ હોય તો તેણે તે માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર માનતા લેનાર માણસ ચૂકવી શકે તે પ્રમાણે તેનું મુક્તિમૂલ્ય નક્કી કરે.


“જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.


“પણ જો તે ઘેટી કે બકરી ચડાવવાને સમર્થ ન હોય તો તેણે દોષનિવારણ બલિ તરીકે પ્રભુને બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાં; એક પ્રાયશ્ર્વિત બલિ તરીકે અને બીજું દહનબલિ તરીકે ચડાવવું.


ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, “તમ ગરીબોને ધન્ય છે;


જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.


કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan