Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:10 - પવિત્ર બાઇબલ C.L.

10 “આઠમે દિવસે તે એક વર્ષના ખોડખાંપણ વગરના બે ઘેટા અને એક ઘેટી, ધાન્ય અર્પણ તરીકે તેલથી મોયેલો ત્રણ કિલો લોટ અને સાથે 300 ગ્રામ તેલ લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને આઠમે દિવસે બે ખોડખાંપણ વગરના નર હલવાન તથા પહેલાં વર્ષની એક ખોડખાંપણ વગરની ઘેટી, તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદો તથા એક માપ તેલ તે લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આઠમે દિવસે તેણે એક વર્ષની ઉંમરના ખામી વગરનાં બે નરઘેટાં, એક વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “આઠમે દિવસે તેણે એક વરસની ઉમરના બે ખોડખાંપણ વગરનાં નરઘેટાં, એક વરસની ખોડખાંપણ વગરની ઘેટી, 24 વાટકા મોયેલા લોટનો ખાદ્યાર્પણ અને પા કિલો તેલ લઈને મુલાકાતમંડપ પર જવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:10
26 Iomraidhean Croise  

પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો.


“જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


ત્યાર પછી શુદ્ધિકરણ કરાવનાર વ્યક્તિ અને આ બધી વસ્તુઓ લઈને યજ્ઞકાર પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવે.


પછી યજ્ઞકાર દોષનિવારણબલિ તરીકે એક ઘેટાનું અને પેલા તેલનું પણ પ્રભુને અર્પણ ચડાવે. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતી-અર્પણ ચડાવે.


પછી યજ્ઞકાર પેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથની હથેલી પર રેડે.


“જો કોઈ માણસ ગરીબ હોય અને આ બધું ચડાવવાને સમર્થ ન હોય તો તેણે શુદ્ધિકરણ માટે દોષનિવારણ બલિ તરીકે એક જ ઘેટો લાવવો. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરવું. તેની સામે ધાન્યઅર્પણ તરીકે ફક્ત તેલથી મોયેલો એક કિલો લોટ અને ત્રણસો ગ્રામ તેલ લાવવું.


“જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ.


“પ્રભુને ચડાવવાનાં કોઈપણ ધાન્ય અર્પણમાં ખમીર વાપરવું નહિ. પ્રભુને ધાન્ય અર્પણ ચડાવતી વખતે ખમીર કે મધ કદી વાપરવું નહિ.


તમારે દરેક ધાન્યઅર્પણમાં મીઠું વાપરવું; કારણ, મીઠું તમારી અને ઈશ્વર વચ્ચેના કરારના પ્રતીકરૂપ છે. તમારે તમારા પ્રત્યેક અર્પણમાં મીઠું ઉમેરવું.


તે સાથે જ તેલમાં મોયેલો બે કિલો લોટ ધાન્ય અર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. તે સાથે એક લિટર દ્રાક્ષાસવ પણ ચડાવવો.


“જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ.


પદપ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયો ત્યાર પછી એટલે આઠમે દિવસે મોશેએ આરોન, તેના પુત્રો અને ઇઝરાયલના આગેવાનોને બોલાવ્યા.


એ સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ તેલથી મોહેલો લોટ, ઘેટા સાથે બે કિલોગ્રામ મોહેલો લોટ


તેણે કોઈપણ જાતની ખોડ વગરનાં ત્રણ પ્રાણીઓ પ્રભુને અર્પણ કરવાં. દહનબિલ માટે એક વર્ષનો નરહલવાન, પ્રાયશ્ર્વિતબલિ માટે એક વર્ષની ઘેટી અને સંગતબલિને માટે એક ઘેટો.


પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે.


“જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.”


ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.”


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


ઈશ્વર જે રોટલી આપે છે તે તો આકાશમાંથી ઊતરી આવે છે અને દુનિયાને જીવન બક્ષે છે.”


આકાશમાંથી આવેલી જીવનની રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે તે સદા જીવશે. જે રોટલી હું આપું છું તે તો મારું માંસ છે, જે હું દુનિયાના જીવનને માટે આપું છું.”


એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan