Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:58 - પવિત્ર બાઇબલ C.L.

58 જો વસ્તુને ધોઈ નાખવાથી ફૂગનો ડાઘ જતો રહે તો તેને ફરીથી ધોઈ નાખવું એટલે તે વિધિગત રીતે શુદ્ધ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 અને જે વસ્‍ત્ર, એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધૂએ, ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય, તો તેને બીજી વાર ધોઈ નાખવું, એટલે તે શુદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

58 જો વસ્ત્ર, કે તાણાવાણો કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:58
10 Iomraidhean Croise  

એલિશાએ પોતાના નોકરને મોકલીને તેને કહેવડાવ્યું કે, “તે યર્દન નદીમાં જઈ સાત વાર ડૂબકી મારે એટલે તેનો કોઢ બિલકુલ મટી જશે.”


તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું.


મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત


અથવા અળસી રેસાના કે ઊનના તાણા કે વાણા પર હોય કે ચામડા પર કે તેમાંથી બનાવેલી વસ્તુ પર હોય,


પછીથી જો ફરીથી ફૂગ દેખાય તો રોગ પ્રસરે છે તેમ માનવું અને તે વસ્તુને બાળી નાખવી.


“ઊન કે અળસીરેસાનાં કપડાંના તાણાવાણા પર કે ચામડાંની વસ્તુ પર ફૂગ લાગે તે અંગેનો આ નિયમ છે. તે પ્રમાણે વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવામાં આવે.”


ત્રણવાર આ સંબધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan