Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:46 - પવિત્ર બાઇબલ C.L.

46 રોગ ચાલુ રહે ત્યાં સુધી તે અશુદ્ધ છે. તેણે છાવણી બહાર લોકોથી દૂર અલગ વસવાટ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય. તે અશુદ્ધ છે; તે એકલો રહે; છાવણી બહાર તેનું રહેઠાણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 જેટલા દિવસો સુધી તે વ્યક્તિમાં રોગ રહે તેટલાં દિવસો સુધી તે અશુદ્ધ ગણાય. કેમ કે તે અશુદ્ધ છે, તે એકલો રહે. છાવણીની બહાર તેનું રહેઠાણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 જયાં સુધી તે વ્યક્તિમાં રોગ રહે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાય, અને એણે છાવણીની બહાર નિવાસમાં રહેવું.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:46
22 Iomraidhean Croise  

એના ખૂનની સજા યોઆબ અને તેના આખા કુટુંબ પર આવી પડો. એની સર્વ પેઢીમાં કોઈક ને કોઈક એવો માણસ હોય કે જેને પરમિયો કે રક્તપિત્તનો રોગ હોય અથવા જે માત્ર સ્ત્રીનું જ કામ કરવા યોગ્ય હોય અથવા તે યુદ્ધમાં મરી જાય અથવા તેની પાસે પૂરતું ખાવાનું ન હોય.”


પ્રભુએ તેને કોઢના રોગથી શિક્ષા કરી અને તેને તે રોગ જીવનપર્યંત રહ્યો. સર્વ ફરજમાંથી મુક્ત થઈ તે પોતાના ઘરમાં અલગ રહ્યો અને ત્યારે તેનો પુત્ર યોથામ દેશનો વહીવટ ચલાવતો હતો.


ચાર રક્તપિત્તિયા સમરૂનના દરવાજા બહાર એકબીજા સાથે વાત કરતા હતા, “આપણે મરી જઈએ ત્યાં સુધી અહીં રાહ જોવાની શી જરૂર છે?


ઉઝિયા રાજા તેના બાકીના જીવન દરમ્યાન તેના કોઢના રોગને કારણે વિધિગત રીતે અશુદ્ધ રહ્યો. પ્રભુના મંદિરમાં તે પ્રવેશી શકે તેમ ન હોવાથી તે તેના પોતાના જુદા ઘરમાં રહ્યો. પોતાની સર્વ ફરજથી તે મુક્ત થયો અને તેનો પુત્ર યોથામ રાજકારભાર ચલાવતો અને દેશના લોકોનો ન્યાય ચૂકવતો.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી.


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી.


“જ્યારે ફુગનો ડાઘ ઊન કે અળસી રેસાનાં વસ્ત્ર પર હોય


યજ્ઞકાર તેને છાવણી બહાર લઈ જાય અને ત્યાં તે તેની તપાસ કરે.


તે દિવસે જે કોઈ ઉપવાસ ન કરે તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો.


તે એક ગામમાં દાખલ થતા હતા, ત્યારે તેમને દસ રક્તપિત્તિયા સામા મળ્યા. તેઓ દૂર ઊભા રહીને બૂમ પાડવા લાગ્યા,


તે વખતે આપણી સાથેના પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તમે એ માણસની સોંપણી શેતાનને કરો, જેથી તેનો દેહ નાશ પામે, પણ પ્રભુના આગમનને દિવસે તેનો આત્મા બચી જાય.


તમારામાંના કેટલાક આ પત્રમાં જણાવેલી સૂચના માનશે નહિ. જો તેમ બને તો તમે તેવાની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશો નહિ, જેથી તેઓ શરમાઈ જાય.


ભાઈઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ: જે કોઈ ભાઈ આળસુ જીવન જીવે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી અલગ રહો.


એવા માણસોમાં સતત વાદવિવાદ ચાલ્યા કરે છે, તેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય છે અને તેમની પાસે સત્ય હોતું નથી. તેઓ ધર્મને ધનવાન બનવાનો માર્ગ માની બેઠા છે.


પણ અશુદ્ધ, શરમજનક કાર્ય કરનાર કે જૂઠાઓ તેમાં પ્રવેશ પામશે નહિ. ફક્ત જેમનાં નામ હલવાનના જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ તેમાં પ્રવેશ પામશે.


પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan