Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 યજ્ઞકાર તેની તપાસ કરીને તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો ઊતરેલો ન હોય અને ત્યાંના વાળ સફેદ થયા ન હોય તો યજ્ઞકાર તે દર્દીને સાત દિવસ અલગ રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ઘોળું હોય, ને તે ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય, ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેવા રોગીને સાત દિવસ પૂરી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “પરંતુ જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:4
14 Iomraidhean Croise  

પ્રભુએ મને કહ્યું: “બીજા ઇઝરાયલીઓ સાથે જે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો હતો અને મૂર્તિઓની ઉપાસના કરી હતી, તેની સજા તેમણે ભોગવવી પડશે.


તો એ ચેપી ચાંદું છે અને એ ઘણા લાંબા સમયથી થયેલો ચામડીના ચાંદાનો રોગ છે. યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તેને અલગ પૂરી રાખવાની કોઈ જરૂર નથી. કારણ, તે દેખીતી રીતે જ અશુદ્ધ છે.


તો તેણે યજ્ઞકાર પાસે જઈને તેની તપાસ કરાવવી. તપાસમાં માલૂમ પડે કે ત્યાંના વાળ સફેદ થઈ ગયા છે અને ચાઠું ચામડી કરતાં વધું ઊંડે ગયેલું છે તો દાઝેલી ચામડી પર રક્તપિત્ત થયો છે એમ સમજવું.


યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે; તે તો રક્તપિત્ત છે. પણ યજ્ઞકારને તપાસમાં માલૂમ પડે કે ચાઠાં પરના વાળ સફેદ થયા નથી કે તે ચામડી કરતાં ઊંડે ગયેલું નથી, પણ ઝાંખું પડયું છે તો તેને સાત દિવસ સુધી અલગ રાખવામાં આવે.


યજ્ઞકાર તેની ચામડી ઉપરના રોગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડી કરતાં ઊંડો દેખાય તો નિશ્ર્વે તે રક્તપિત્ત છે તેમ સમજવું.


પરંતુ યજ્ઞકાર ઊંદરીનો રોગ તપાસે અને તે ચામડી કરતાં ઊંડે પ્રસરેલો માલૂમ ન પડે અને ત્યાંના વાળ ઘટાદાર અને કાળા હોય તો યજ્ઞકાર તેને સાત દિવસ અલગ રાખે.


સાતમે દિવસે યજ્ઞકાર તેને ફરીથી તપાસે. તેનો ડાઘ એવો ને એવો જ હોય અને વધુ પ્રસર્યો ન હોય તો તેને બીજા સાત દિવસ અલગ રાખવો.


યજ્ઞકાર તેની તપાસ કરે અને સાત દિવસ સુધી તેને અલગ રાખે.


તો તે ઘરમાંથી બહાર નીકળી જાય અને સાત દિવસ સુધી તે ઘર બંધ રાખે.


પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”


સાત દિવસ સુધી મિર્યામને પડાવની બહાર અલગ રાખવામાં આવી અને સાત દિવસ પછી તેને પાછી લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


તો તમારે તે વાત વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરવી, અને એ વાત સાચી હોય કે તમારી મધ્યે એ ઘૃણાસ્પદ કામ થયું છે,


કેટલાક માણસોનાં પાપ દેખીતાં હોય છે અને તે તેમને ન્યાયશાસનમાં લઈ જાય છે; જ્યારે બીજા કેટલાંકનાં પાપ તપાસ થયા પછી માલૂમ પડે છે.


Lean sinn:

Sanasan


Sanasan