Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 યજ્ઞકાર તેની ચામડી ઉપરના રોગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડી કરતાં ઊંડો દેખાય તો નિશ્ર્વે તે રક્તપિત્ત છે તેમ સમજવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ; અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય, અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઊતરેલો દેખાતો હોય, તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી યાજકે એ ચામડી પરનું ચાઠું તપાસવું. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય, અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે તો તે કોઢ છે. અને યાજકે તે માંણસને એક અશુદ્ધ કોઢિયો જાહેર કરવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:3
29 Iomraidhean Croise  

તે નેગેબથી નીકળીને જુદે જુદે સ્થળે મુકામ કરતો કરતો પાછો બેથેલ તરફ ગયો. બેથેલ અને આયની વચ્ચે જ્યાં તેણે તંબુ માર્યો હતો


પ્રભુ પરમેશ્વર કહે છે કે, “તું કેવી કામાતુર મનની છે. એક નિર્લજ્જ વેશ્યાની જેમ તેં આ બધું કર્યું છે.


“યજ્ઞકારો મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો તફાવત સમજાવે. તેમણે પરવાનગી અને નિષેધના વિધિ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ બતાવવો.


અને સમજતા નથી કે વિદેશીઓ પર રાખેલો આધાર તેમની શક્તિ લૂંટી લે છે. તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે, પણ તેની તેમને ખબર નથી.


“તમારે ઈશ્વરને માટે અલગ કરાયેલ અને સામાન્ય વપરાશને માટે રાખેલ વસ્તુઓ વચ્ચેનો તથા વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવાનો છે.


“જો કોઈ માણસની ચામડી પર સોજો આવે, ચાંદું પડે કે ચળકતું દેખાય અને તેમાંથી કોઈ ભયંકર ચર્મરોગની શક્યતા લાગે તો તેને યજ્ઞકાર આરોન અથવા તેના પુત્રો પાસે લઈ જવો.


યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદું ચામડી કરતાં ઊંડું ગયું હોય અને તેમાંના વાળ સફેદ થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે.


યજ્ઞકાર તેની તપાસ કરીને તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો ઊતરેલો ન હોય અને ત્યાંના વાળ સફેદ થયા ન હોય તો યજ્ઞકાર તે દર્દીને સાત દિવસ અલગ રાખે.


યજ્ઞકાર તેને તપાસ્યા પછી તેનો રોગ ચામડીમાં વધુ પ્રસર્યો છે તેવું જાહેર કરે તો તે અશુદ્ધ છે અને નિશ્ર્વે તેને રક્તપિત્ત થયો છે.


“તે પછી યજ્ઞકાર ઘરની તપાસ કરવા અંદર પ્રવેશ કરે. તપાસમાં ઘરની દીવાલમાં લીલા કે લાલ ધાબાં ઊંડે સુધી દેખાય,


“બધી જાતના ચામડીના રોગને માટે આ નિયમો છે;


“જો કોઈ માણસ અજાણતાં અશુદ્ધ માનવી કે માનવી શબનો સ્પર્શ કરે તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


તેમણે કહ્યું, “તું યજ્ઞકારોને આ પ્રશ્ર્ન પર તેમનો નિર્ણય જણાવવા પૂછ:


ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે.


હું તને ઈશ્વરના રાજની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જેને બાંધી દેશે તેને આકાશમાં બાંધી દેવાશે અને પૃથ્વી પર જેને તું મુક્ત કરીશ તેને આકાશમાં મુક્ત કરવામાં આવશે.


જો તમે માણસોનાં પાપની ક્ષમા આપશો તો તે માફ કરવામાં આવશે, જો તમે ક્ષમા નહિ આપો તો તે કાયમ રહેશે.”


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


તો પછી આપણે શું કહીશું? શું નિયમશાસ્ત્ર પાપી છે? ના, એવું નથી. પણ પાપ શું છે એનું ભાન મને નિયમથી થયું. જો નિયમશાસ્ત્રે એમ કહ્યું ન હોત કે, “લોભ ન રાખ,” તો લોભ રાખવો એટલે શું તે મેં જાણ્યું ન હોત.


હુમનાયસ અને એલેકઝાન્ડર તેમનામાંના જ છે. તેમને મેં શેતાનના અધિકારમાં સોંપ્યા છે, જેથી તેઓ ઈશ્વરની નિંદા કરતા બંધ થાય.


પણ દુષ્ટ અને દંભી માણસ તો વધુ ને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરવા જતાં તેઓ જાતે જ છેતરાઈ જશે.


તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan