Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 યજ્ઞકાર પ્રભુને બલિદાન ચડાવી સ્ત્રીને માટે અશુદ્ધતા દૂર કરવા પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે સ્ત્રી તેના રક્તસ્રાવના સંબંધમાં વિધિગત રીતે શુદ્ધ થએલી ગણાય. પ્રસૂતા માટે આ નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહોવાની આગળ તે તેને ચઢાવે, ને તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે તેના રક્તસ્‍ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્રનો કે પુત્રીનો જન્મ થાય, તેને માટે એ નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તે તેને માટે યહોવાહ સમક્ષ ચઢાવે અને તેના માટે પ્રાયશ્ચિત કરે અને તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્ર કે પુત્રીનો જન્મ થાય, તે સ્ત્રીને માટે આ નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યાજક તેને યહોવા સમક્ષ ધરાવે અને તેના માંટે પ્રાયશ્ચિત કરે. એટલે તે તેના બાળકના જન્મ પછીના રકતસ્રાવની અશુદ્ધિમાંથી શુદ્ધ ગણાય. પ્રસૂતાને લગતો આ નિયમ ઉપર પ્રમાંણે છે. બાળકના જન્મ પછીની આ સર્વ વિધિ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 12:7
16 Iomraidhean Croise  

મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


(અશુદ્ધમાંથી કોઈ શુદ્ધ ઉપજાવી શકે? કોઈ નહિ.)


માણસે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો એટલે તેનાં પાપ દૂર કરવાને માટે તેનો સ્વીકાર કરવામાં આવશે.


“જ્યારે તેનાં પુત્ર કે પુત્રીના કિસ્સામાં શુદ્ધિકરણનો દિવસ આવે ત્યારે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યજ્ઞકાર પાસે દહનબલિ તરીકે એક વર્ષનો ઘેટો અને પ્રાયશ્ર્વિતબલિ તરીકે કબૂતર કે હોલાનું બચ્ચું લાવવું.


“જો તે સ્ત્રી ઘેટો લાવવાને સમર્થ ન હોય તો તેણે કબૂતર કે હોલાનાં બે બચ્ચાં લાવવાં: એક દહનબલિ માટે અને બીજું પ્રાયશ્ર્વિત બલિ માટે. યજ્ઞકાર તેને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે સ્ત્રી વિધિગત રીતે શુદ્ધ થયેલી ગણાય.”


યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો.


તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે.


ત્યાર પછી સંગતબલિની જેમ જ એની બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે. આ રીતે યજ્ઞકારે આગેવાનના પાપનું પ્રાયશ્ર્વિત કરવું એટલે તેને માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લેવી અને યજ્ઞકારે યજ્ઞવેદી પર પ્રભુ સમક્ષ તે બાળી મૂકવી. આ રીતે યજ્ઞકાર માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તેને માફ કરવામાં આવશે.”


કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


બીજું વર્તમાન સમયના સંબંધમાં; કે જ્યારે ઈશ્વર પોતે ન્યાયી છે અને ઈસુ પર વિશ્વાસ કરનારને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે એવું દર્શાવે છે.


કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


Lean sinn:

Sanasan


Sanasan