Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 12:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે કહો: જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને પુત્રને જન્મ આપે તો પ્રસૂતિ પછી સાત દિવસ સુધી સ્ત્રી વિધિગત રીતે અશુદ્ધ ગણાય. ઋતુસ્રાવના નિયમની જેમ જ તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, કોઈ સ્‍ત્રીને ગર્ભ રહીને પુત્ર જન્મે, તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલી લોકોને કહે, ‘જો કોઈ સ્ત્રી પુત્રને જન્મ આપે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે દર માસમાં માસિક સમયે અશુદ્ધ ગણાય છે તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલી પ્રજાને આ નિયમો જણાવ: “જયારે કોઈ સ્ત્રીગર્ભ ધારણ કરે અને પુત્રને જન્મ આપે ત્યારે ઋતુકાળની જેમ તે સાત દિવસ સુધી તે અશુદ્ધ ગણાય તેથી તેને સાત દિવસ સૂતકના મર્યાદાના બંધનો લાગુ પડે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 12:2
14 Iomraidhean Croise  

ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”


પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.”


દાવિદે તેને લઈ આવવા માણસો મોકલ્યા. તેઓ તેને દાવિદ પાસે લાવ્યા અને તેણે તેની સાથે સમાગમ કર્યો. (માસિક આવ્યા પછીની શુદ્ધિકરણની વિધિ તેણે ત્યારે જ પૂરી કરી હતી.) પછી તે ઘેર ગઈ.


(અશુદ્ધમાંથી કોઈ શુદ્ધ ઉપજાવી શકે? કોઈ નહિ.)


મનુષ્ય તે કોણ કે તે નિષ્કલંક હોઈ શકે? શું કોઈ સ્ત્રીજનિત નેક હોઈ શકે?


તો ઈશ્વર સમક્ષ કોઈ માણસ કેવી રીતે નિર્દોષ ઠરી શકે? કયો સ્ત્રીજન્ય તેમની દષ્ટિમાં વિશુદ્ધ સાબિત થાય?


હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું.


પ્રભુએ મોશેને કહ્યું,


“જો પુત્રી જન્મે તો ચૌદ દિવસ સુધી તે ઋતુસ્રાવના સમયની માફક જ અશુદ્ધ ગણાય અને તેના રક્તસ્રાવ સંબંધી છાસઠ દિવસ પછી તેનું શુદ્ધિકરણ થાય.


“ઋતુસ્રાવના સમયે સ્ત્રી સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


તમારે ઋતુસ્રાવના સમય દરમ્યાન સ્ત્રી સમાગમ કરવો નહિ; કારણ, વિધિગત રીતે તે અશુદ્ધ છે.


“જો કોઈ માણસ અજાણતાં અશુદ્ધ માનવી કે માનવી શબનો સ્પર્શ કરે તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા આદેશ પ્રમાણે શુદ્ધિકરણનો વિધિ કરવાનો સમય આવ્યો. તેથી ઈશ્વરને અર્પણ કરવા માટે તેઓ છોકરાને યરુશાલેમ લઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan