Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ; તે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓનું માંસ ન ખાવું, તથા તેઓનાં મુડદાંનાં સ્પર્શ ન કરવો. તેઓ તમને અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તમાંરે તેનું માંસ ખાવું નહિ કે તેમના શબને અડવું નહિ. તમાંરે તેમને અશુદ્ધ ગણવાં.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:8
22 Iomraidhean Croise  

નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.


ઇઝરાયલના લોકો પ્રભુના દેશમાં રહેવા પામશે નહિ અને એફ્રાઇમને ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર દેશમાં નિષિદ્ધ ખોરાક ખાવો પડશે.


ભૂંડ ખાવું નહિ; કારણ, તેની ખરી ને પગ ફાટેલાં છે, પણ તે વાગોળતું નથી; તે અશુદ્ધ છે.


“જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો. પાણીના બધાં પર અને ભીંગડાવાળાં પ્રાણીઓ ખાઈ શકાય.


“જો કોઈ માણસ અજાણતાં કોઈપણ અશુદ્ધ વસ્તુ, એટલે પાળેલાં, વન્ય કે પેટે ચાલનાર પ્રાણીના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય અને તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે.


આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. પણ હાથ ધોયા વગર ખાવાથી માણસ અશુદ્ધ થઈ જતો નથી.


બહારથી કોઈપણ વસ્તુ માણસના પેટમાં જઈને તેને અશુદ્ધ કરી શક્તી નથી; પણ જે બાબતો માણસના દયમાંથી બહાર આવે છે તે તેને અશુદ્ધ કરે છે.


ઈસુએ તેમને કહ્યું, “બીજાની જેમ તમને હજુ પણ સમજ પડતી નથી! બહારથી માણસના પેટની અંદર જતું કંઈપણ માણસને અશુદ્ધ કરતું નથી.


તેમણે જોયું કે તેમના કેટલાક શિષ્યો ફરોશીઓના કહેવા પ્રમાણે લોકોએ જે રીતે હાથ ધોવા જોઈએ તે રીતે ધોયા વગર ખોરાક ખાતા હતા.


તેણે તેમને કહ્યું, “તમે જાણો છો કે વિધિગત રીતે યહૂદીને બિનયહૂદીની મુલાકાત લેવાની કે તેની સંગત રાખવાની છૂટ નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ માણસને અશુદ્ધ કે દૂષિત ગણવો નહિ. અને તેથી તમે મને બોલાવ્યો ત્યારે મેં આવવા માટે કંઈ આનાકાની કરી નહિ.


મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.”


ખરી બાબત તો એ છે કે માંસ ખાવાથી, દારૂ પીવાથી અથવા બીજું કંઈપણ કરવાથી આપણા ભાઈનું પતન થતું હોય તો તેમ ન કરીએ.


આપણે કંઈ નૈવેદથી ઈશ્વરને સ્વીકાર્ય બની જતા નથી. એટલે કે, જો આપણે આવું નૈવેદ ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી, અને જો આવું નૈવેદ ખાઈએ તો કંઈ મેળવતા નથી.


તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.


અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો.


આવા લોકો સાથે કંઈ જ સંબંધ રાખશો નહિ.


આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો.


તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan