Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:42 - પવિત્ર બાઇબલ C.L.

42 પછી તે પેટે ચાલે, ચાર પગે ચાલે કે બહુ પગવાળું હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 જે પેટે ચાલનારું કે પગે ચાલનારું હોય કે, જે બહુપગું હોય, તેમને, એટલે જમીન પર સર્વ પેટે ચાલનારાંને તમારે ખાવાં નહિ; કેમ કે તે અમંગળ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 સર્વ પેટે ચાલનારાં અને ચાર પગે ચાલનારાં અથવા વધારે પગોવાળાં, જમીન પર પેટે ચાલનારાં સર્વ પણ તમારે ખાવા નહિ, કારણ કે તે નિષેધાત્મક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 સર્વ પેટે ચાલનારાં ચોપગાં કે વધુ પગવાળાં જમીન પર પેટે ચાલનારાં નાનાં પ્રાણી પણ તમાંરે ખાવા નહિ કારણ કે તે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:42
12 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “પાણી અસંખ્ય જળચરોથી ભરપૂર થાઓ અને પૃથ્વી પર આકાશમાં પક્ષીઓ ઊડો.” એટલે તે પ્રમાણે થયું.


વરુ અને ઘેટાનું બચ્ચું જોડાજોડ ચરશે. સિંહ બળદની જેમ ઘાસ ખાશે અને સાપ ધૂળ ખાશે. મારા આખા પવિત્ર પર્વત સિયોન પર તેઓ કંઈ નુક્સાન પહોંચાડશે નહિ કે વિનાશ કરશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


“જમીન પર પેટે ચાલનારાં બધાં જ નાનાં નાનાં જીવજંતુઓ અશુદ્ધ છે. તે તમારે ખાવાં નહિ.


આમાંથી કોઈને ખાઈને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ.


તેઓ સાપની જેમ ધૂળમાં પેટે ચાલશે. ભારે ભય અને ધ્રુજારી સાથે તેઓ તેમના કિલ્લાઓમાંથી બહાર નીકળી આવશે. તેઓ બીકથી ઈશ્વર આપણા પ્રભુ તરફ ફરશે.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી.


ફરોશીપંથના અને સાદૂકીપંથના ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી?


તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે.


તેઓ સાચા નહિ પણ બનાવટી પ્રેષિતો છે. તેઓ પોતાના કાર્ય વિષે જૂઠું બોલે છે અને ખ્રિસ્તના સાચા પ્રેષિતો હોવાનો દેખાવ કરે છે.


જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે.


તેમના જ એક સંદેશવાહકે કહ્યું છે: “ક્રીતના લોકો તો જુઠ્ઠા, ઘાતકી, આળસુ અને ખાઉધરા છે.”


Lean sinn:

Sanasan


Sanasan