Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:40 - પવિત્ર બાઇબલ C.L.

40 જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને જે કોઈ તેનું મુડદાલ ખાય તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુડદું ઊંચકનાર પણ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના મૃતદેહને ઊંચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 જે કોઈ એ શબમાંથી તેનું માંસ ખાય અથવા તેના શબને ઉઠાવીને દૂર લઈ જાય, તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:40
25 Iomraidhean Croise  

“તમે મારા લોક છો; તેથી તમારે હિંસક પશુઓએ ફાડી ખાધેલા ઢોરનું માંસ ખાવું નહિ; એને કૂતરાંને નાખી દો.


સ્નાન કરો અને શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી નજર આગળથી દૂર કરો. દુરાચાર બંધ કરો,


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”


યજ્ઞકારોએ કુદરતી રીતે મરી ગયેલાં તેમજ જંગલી જાનવર દ્વારા મારી નંખાયેલા કોઈ પશુ કે પંખીનું માંસ ખાવું નહિ.”


“જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય.


ઘર બંધ હોય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો.


જો કોઈ તેની પથારી કે બેઠકનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


જે માણસ અઝાઝેલ માટેના બકરાને વેરાનપ્રદેશમાં મૂકી આવે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને તે પછી જ છાવણીમાં આવવું.


એ બધું બાળી નાખનારે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કર્યા પછી જ છાવણીમાં પાછા ફરવું.”


પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ.


યજ્ઞકારે કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાવું નહિ. તેનાથી તે અશુદ્ધ થશે. હું પ્રભુ છું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.


તમે પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ.


તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


“કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીનું મુડદાલ માંસ તમારે ખાવું નહિ. તમારી વચમાં વસતા પરદેશીને તમે તે ખાવા આપી શકો છો અથવા બીજા પરદેશીઓને તે મુડદાલ વેચી શકો છો પરંતુ તમારે તે ખાવું નહિ; કારણ, તમે તો તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો. “બકરીના કે ઘેટાના બચ્ચાને તેની માના દૂધમાં તમે બાફશો નહિ.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan