Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13-19 “તમારે નીચેનાં પક્ષીઓ ખાવાં નહિ; કારણ, તે અશુદ્ધ છે: ગરુડ, ફરસ, અજના, સમડી, બધી જાતના બાજ, બધી જાતના કાગડા, શાહમૃગ, ચીબરી, શાખાફ, બધી જાતના શકરા, બદામી ધુવડ, કરઢોક, ધુવડ, રાજહંસ, ઢીંચ, બગલો, ગીધ, બધી જાતનાં બતક, લક્કડખોદ, ચામાચીડિયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવાં; તેઓને ન ખાવાં; તે અમંગળ છે: એટલે ગરુડ, તથા ફરસ, તથા અજના;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “આટલાં પક્ષીઓમાંથી નીચેના તમાંરે ન ખાવા અને અછુત ગણવા: ગરૂડ તથા ફરસ તથા ગીધ;

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:13
18 Iomraidhean Croise  

કોઈ શિકારી પક્ષી તે ખાણોનો માર્ગ જાણતું નથી, અને ગરૂડની નજરે પણ તે માર્ગ પડયો નથી.


જ્યારે કાગડાનાં બચ્ચાં ઈશ્વર સમક્ષ ખોરાક માટે પોકાર કરે અને કાગડા ખોરાક શોધવા આમતેમ ઊડતા હોય, ત્યારે કોણ તેમને શિકાર પૂરો પાડે છે?


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેમ ગરુડ પોતાની પાંખો ફેલાવીને તરાપ મારે છે તેમ મોઆબ પર એક પ્રજા તૂટી પડશે.


અમારો પીછો કરનારા આકાશમાંથી તરાપ મારતા ગરુડ કરતાં પણ વધુ વેગીલા હતા. તેઓ પર્વતો પર અમારી પાછળ પડયા; વેરાન પ્રદેશમાં તેમણે અમને અચાનક પકડી પાડયા.


પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે.


તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ.


જળચર પ્રાણીઓમાં પર કે ભીંગડાં વગરનાં પ્રાણીઓ તમારે ખાવાં નહિ.


તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.


પછી મેં ઊંચે નજર કરી તો સારસનાં જેવી શક્તિશાળી પાંખોવાળી બે સ્ત્રીઓને ઊડીને મારા તરફ આવતી જોઈ. તેઓ પેલો ટોપલો ઉપાડી ઊડી ગઈ.


જ્યાં મડદું હોય ત્યાં જ ગીધડાં ભેગાં થવાનાં.


કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી.


Lean sinn:

Sanasan


Sanasan