Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 10:2 - પવિત્ર બાઇબલ C.L.

2 એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને તેઓ તેમાં પ્રભુની સમક્ષ બળી મર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને યહોવાની સંમુખથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સમક્ષ માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તે બંનેને ભસ્મ કરી ગયો. અને તેઓ યહોવા સમક્ષ મૃત્યુ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 10:2
25 Iomraidhean Croise  

તરત જ ઉઝઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને ઈશ્વરે તેની ભૂલને લીધે તેને મારી નાખ્યો.


તે ચાલી નીકળ્યો અને ઈશ્વરભક્તના શબને રસ્તામાં પડેલું અને હજુ સિંહ તથા ગધેડાને પાસે ઊભેલા જોયાં. સિંહે ન તો શબ ખાધું હતું, ન તો ગધેડા પર હુમલો કર્યો હતો.


પ્રભુએ અગ્નિ મોકલીને બલિદાન, લાકડાં અને પથ્થર તથા માટીને બાળીને ભસ્મ કરી નાખ્યાં અને ખાઈમાંનું પાણી સૂકાઈ ગયું.


એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા.


એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા.


તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો.


પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.”


નાદાબ અને અબીહૂ તેમના પિતાની અગાઉ મૃત્યુ પામ્યા હતા, અને તેમના કોઈ વંશજ નહોતા. તેથી તેમના ભાઈઓ એલાઝાર અને ઇથામાર યજ્ઞકાર બન્યા.


પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે.


પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો.


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


તેથી તેઓ આવ્યા અને મોશેના કહ્યા પ્રમાણે તેઓ તેમના ભાઈઓનાં શબ પહેરેલા ઝભ્ભા સહિત છાવણી બહાર લઈ ગયા.


પ્રભુ સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે આરોનના બે પુત્રો માર્યા ગયા


એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું.


ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.


તેમાંથી નાદાબ અને અબીહૂ પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે માર્યા ગયા હતા.


તે તરત જ તેના પગ આગળ ઢળી પડી અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેના પતિની બાજુમાં દફનાવી.


એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.


આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.


હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan