Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે દહનીયાર્પણ તરીકે વેદી પર મૂકવું અને એ યહોવાહને માટે સુવાસિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યાજકે ઢોરના આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવાં અને યાજકે તે બધુ દહનાર્પણ તરીકે વેદી પર મૂકવું. સુવાસિત દહનાર્પણ યહોવા સ્વીકાર કરશે અને પ્રસન્ન થશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:9
35 Iomraidhean Croise  

પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.


મંદિરની દક્ષિણ તરફ મૂકવા પાંચ અને ઉત્તર તરફ મૂકવા પાંચ એમ કુલ દસ કૂંડાં પણ તેણે બનાવ્યાં. દહનબલિ તરીકે ચઢાવાતાં પશુઓના ભાગ ધોવા માટે એ કૂંડા હતાં. મોટા જળકુંડમાંનું પાણી યજ્ઞકારોના હાથપગ ધોવા માટે હતું.


પણ તમે તો અંત:કરણની સચ્ચાઈ ચાહો છો; તેથી મારા દયને તમારું જ્ઞાન શીખવો.


ઘેટાંઓના બલિદાનના ધૂપ સાથે હું તમારી આગળ પુષ્ટ પ્રાણીઓના દહનબલિ ચડાવીશ; અને બકરાઓ સાથે આખલાના બલિ પણ ચડાવીશ.


તેને કાચું કે બાફીને ખાવું નહિ; પણ તેના પગ, માથું અને અંદરના અવયવો સહિત સઘળું આગમાં શેકીને ખાવું.


તારે વેદી પર આખા ઘેટાનું દહન કરવું. એ તો મને પ્રભુને ચડાવેલ દહનબલિ છે. એના અર્પણની સુવાસ મને પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી એ બધું તેમના હાથમાંથી લઈને તારે તેમને વેદી પરના દહનબલિ ઉપર મૂકીને તેમનું અગ્નિબલિ તરીકે દહન કરવું. એ તો મને પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસિત અર્પણ છે.


તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


હું તમને પ્રજાઓમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ અને ત્યારે હું તમને સુવાસિત અગ્નિબલિની પેઠે સ્વીકારીશ અને પરદેશીઓનાં દેખતાં હું તમારામાં પવિત્ર મનાઇશ.


બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા.


પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


યજ્ઞકાર પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે.


તેણે તેના પર ઓલિવ તેલ રેડવું અને લોબાન મૂકવો. પછી તે અર્પણ આરોનવંશી યજ્ઞકાર સમક્ષ લાવવું. યજ્ઞકારે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો લોબાન લઈને તેમનું પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


યજ્ઞકારે તેમાંથી પ્રતીકરૂપે થોડું લઈ તેનું ધાન્ય અર્પણ તરીકે વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું.


યજ્ઞકારોએ આ બધાંનું વેદી પરના અગ્નિમાં દહનબલિ તરીકે દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે.


“ધાન્યઅર્પણ અંગેના નિયમો આ પ્રમાણે છે: આરોનવંશી યજ્ઞકારે યજ્ઞવેદી સમક્ષ ધાન્યઅર્પણ પ્રભુને ચડાવવું.


ત્યાર પછી મોશેએ તેમની પાસેથી એ બધું લઈ લીધું અને તેને યજ્ઞવેદી પર દહનબલિ ઉપર મૂકી તેનું દહન કર્યું. એ તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિનું અર્પણ હતું; જેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


ત્યાર પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યા અને દહનબલિની ઉપર મૂકીને તેમનું દહન કર્યું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે,


“દર મહિનાને પ્રથમ દિવસે તમારે પ્રભુને બે વાછરડા, એક ઘેટો, ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત હલવાન દહનબલિમાં અર્પવાં.


દ્રાક્ષાસવ અર્પણ તરીકે દરેક હલવાન સાથે એક લિટર કેફી આસવ પ્રભુને માટે પવિત્રસ્થળે રેડવો.


બીજા હલવાનનું અર્પણ સાંજે કરવું અને તેની સાથે સવારના જેવા જ ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. એ પ્રભુને પ્રસન્‍ન કરવા માટે સુવાસિત અગ્નિબલિ છે.


કારણ, ખ્રિસ્તે આપણને સુગંધી ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યાં છે અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાશમાં જઈ રહેલા લોકો મયે પ્રસરે છે.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


ત્યાં તમારા ઈશ્વર પ્રભુની વેદી પર તમારે તમારાં દહનબલિ લોહી અને માંસ સહિત ચડાવવા; તમારાં બલિદાનોનું લોહી તમારા ઈશ્વર પ્રભુની વેદીએ રેડી દેવું, પણ તે માંસ તમારે ખાવું.


મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે.


Lean sinn:

Sanasan


Sanasan