Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:3
79 Iomraidhean Croise  

અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું.


ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”


અબ્રાહામે જવાબ આપ્યો, “દીકરા, એ તો ઈશ્વર પોતે દહનબલિ માટે ઘેટું પૂરું પાડશે.” એમ તેઓ બન્‍ને સાથે ગયા.


પછી નૂહે પ્રભુ માટે એક યજ્ઞવેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પ્રાણીઓ અને શુદ્ધ પક્ષીઓ લઈને તેમનું દહનબલિ તરીકે વેદી પર અર્પણ ચડાવ્યું.


પ્રભુને દહનબલિ ચડાવવા તેઓ સિત્તેર આખલા, સો ઘેટાં અને બસો હલવાન લાવ્યા.


પછી તેમણે લોકો વચ્ચે એ પ્રાણીઓ અને આખલાને કુટુંબવાર વહેંચી નાખ્યાં, જેથી મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ તેમને ચડાવી શકે.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવા હું તત્પર છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.


તમે હલવાન કે લવારું પસંદ કરી શકો, પણ તે ખોડખામી વિનાનું અને એક વર્ષની ઉંમરનું નરજાતિનું હોવું જોઈએ.


પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું.


તારે વેદી પર આખા ઘેટાનું દહન કરવું. એ તો મને પ્રભુને ચડાવેલ દહનબલિ છે. એના અર્પણની સુવાસ મને પ્રભુને પ્રસન્‍ન કરે છે.


“તારે આરોન તથા તેના પુત્રોને મુલાકાતમંડપના દ્વાર પાસે લાવવા અને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવવું.


મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ.


બીજે દિવસે સવારે તેમણે પશુઓ લાવીને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યાં. લોકો ખાવાપીવા બેઠા અને પછી ઊઠીને મોજમજા કરવા લાગ્યા.


અને જેમના મનમાં આપવાની ઉત્કંઠા હતી તેઓ સૌ મુલાકાતમંડપ બનાવવા માટે પ્રભુ સમક્ષ અર્પણો લાવ્યા. સેવાકાર્ય તેમ જ યજ્ઞકારોનાં વસ્ત્રો બનાવવા તેઓ સર્વ જરૂરી વસ્તુઓ લાવ્યા.


પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા.


તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ,


પવિત્ર મંડપની રચના માટે જે સર્વ અર્પણો ઇઝરાયલીઓ લાવ્યા હતા તે મોશેએ તેમને આપ્યાં. પણ ઇઝરાયલીઓએ તો દર સવારે મોશે પાસે અર્પણો લાવવાનું ચાલુ રાખ્યું.


હોમબલિ ચડાવવા માટે તેણે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી સમચોરસ હતી; તેની લંબાઈ 2.2.મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હતી.


પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું.


હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્‍ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ.


મોટા ખંડમાં ઓરડાની બે બાજુએ બે એમ ચાર મેજ હતાં. તેમના ઉપર દહનબલિ, પ્રાયશ્ર્વિતબલિ અથવા દોષ નિવારણબલિ માટેનાં પશુઓનો વધ કરવામાં આવતો હતો.


“જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ.


“આઠમે દિવસે તે એક વર્ષના ખોડખાંપણ વગરના બે ઘેટા અને એક ઘેટી, ધાન્ય અર્પણ તરીકે તેલથી મોયેલો ત્રણ કિલો લોટ અને સાથે 300 ગ્રામ તેલ લાવે.


ત્યાર પછી તેણે મુલાકાત- મંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ બે બકરા લાવવા.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી દહનબલિ કે બીજો કોઈ યજ્ઞ,


મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે પ્રભુને ચડાવે તો એવાનો પ્રભુના લોકોમાંથી બહિષ્કાર કરવો.


જે દિવસે તમે ફસલના પ્રથમ પૂળાનું અર્પણ કરો તે જ દિવસે પ્રભુને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનું એક વર્ષનું નર હલવાન ચડાવવું.


“આ રોટલી સાથે સમગ્ર ઇઝરાયલી સમાજે એક વર્ષના ખોડખાંપણ વગરના સાત હલવાન, એક વાછરડો અને બે બકરા પ્રભુને ચડાવવા. તેને ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવના પેયાર્પણ સાથે દહનબલિ તરીકે ચડાવવા. આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


“જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.


સમાજના આગેવાનોએ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ તેને કાપવો.


તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરનો બકરો લાવવો.


“જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો.


“જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ.


તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે.


તેણે દોષનિવારણબલિ તરીકે ખોડખાંપણ વગરનો ઘેટો યજ્ઞકાર પાસે લાવવો. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવામાં આવે. તેણે અજાણતાં કરેલા પાપને માટે યજ્ઞકારે દોષ નિવારણબલિ ચડાવવો; એટલે, તે માણસને માફ કરવામાં આવશે.


“જો કોઈ માણસ બીજા કોઈની થાપણ પાછી ન આપે અથવા તેનું કંઈ ચોરી લે અથવા તેને છેતરે,


પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને દહનબલિ અંગે આ નિયમો આપ: દહનબલિ આખી રાત યજ્ઞવેદી પર રહે. તેના પર અગ્નિ સતત સળગતો રાખવાનો છે.


“જો કોઈ માણસ માનતા પૂરી થઈ હોવાથી અથવા સ્વૈચ્છિક રીતે સંગતબલિ લાવે તો તેનું માંસ તે દિવસે ખાવામાં આવે અને તે પછીના દિવસે પણ ખાઈ શકાય.


ત્યાર પછી મોશે દહનબલિના ઘેટાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા.


તેણે આરોનને કહ્યું, “તું ખોડખાંપણ વગરના એક વાછરડાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને ખોડખાંપણ વગરના એક ઘેટાનું દહનબલિ તરીકે પ્રભુને બલિદાન કર.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.”


જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે,


જો વાછરડાનો દહનબલિ હોય અથવા બલિદાન પ્રભુ પ્રત્યેની માનતા પૂરી કરવા માટેનો બલિ હોય અથવા સંગતબલિ હોય તો ધાન્યઅર્પણ માટે બે કિલોગ્રામ તેલથી મોહેલો ત્રણ કિલોગ્રામ લોટ લાવવો અને બે લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો.


“આ પ્રભુએ ફરમાવેલો નિયમ છે: તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે કે કોઈપણ ખોડ વગરની અને કદી જોતરાઈ ન હોય એવી એક લાલ વાછરડી તેઓ તારી પાસે લાવે.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


બાલાકે કહ્યું, “મારી સાથે ચાલ. હું તને અન્ય એક જગ્યાએ લઈ જાઉં. કદાચ, ત્યાંથી તું તેમને શાપ આપે એવું ઈશ્વર થવા દે.


પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો.


બાલાકે બલામના કહ્યા પ્રમાણે કર્યું. તેણે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો યજ્ઞ કર્યો.”


“દર મહિનાને પ્રથમ દિવસે તમારે પ્રભુને બે વાછરડા, એક ઘેટો, ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત હલવાન દહનબલિમાં અર્પવાં.


તમારે પ્રભુને દહનબલિમાં બે વાછરડા, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન અગ્નિબલિ તરીકે ચડાવવા.


દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ ઉપરાંત એ અર્પણો તમારે દ્રાક્ષાસવઅર્પણ સાથે ચડાવવાનાં છે. અલબત્ત, પ્રાણી ખોડખાંપણ વગરનાં હોય તેની ચોક્સાઈ રાખવી.


પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.


પ્રભુને સુવાસિત અર્પણ તરીકે દહનબલિ અર્પણ કરવું. એક વાછરડો, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષના સાત નર હલવાન ચડાવવાં.


દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે.


તેણે ઈસુને નજીકમાં ફરતા જોઈને કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન!”


તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું.


દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે.


જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.


કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


ત્યાં તમારા ઈશ્વર પ્રભુની વેદી પર તમારે તમારાં દહનબલિ લોહી અને માંસ સહિત ચડાવવા; તમારાં બલિદાનોનું લોહી તમારા ઈશ્વર પ્રભુની વેદીએ રેડી દેવું, પણ તે માંસ તમારે ખાવું.


પરંતુ જો તે બચ્ચાને કંઈ ખોડ હોય એટલે કે તે આંધળું કે લંગડું હોય અથવા બીજી કંઈ ખામી હોય તો તમારે પ્રભુને તેનું બલિદાન કરવું નહિ.


“તમે ખોડખાંપણવાળાં વાછરડાં કે ઘેટાં તમારા ઈશ્વર પ્રભુને બલિ તરીકે ચડાવશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેને પણ ધિક્કારે છે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


Lean sinn:

Sanasan


Sanasan