Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારામાંથી કોઈ માણસ પ્રભુને અર્પણ ચડાવે તો તે ઢોર અથવા ઘેટાંબકરાંનું હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું, એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:2
13 Iomraidhean Croise  

કેટલાક સમય પછી કાઈન ભૂમિની ઊપજમાંથી પ્રભુ માટે કંઈક અર્પણ લાવ્યો.


પણ તેમણે કાઈનને તથા તેના અર્પણને સ્વીકાર્યું નહિ. તેથી કાઈનને ખૂબ ક્રોધ ચડયો અને તેનું મોં ઊતરી ગયું.


પ્રભુના ગૌરવી નામની પ્રશંસા કરો, અર્પણ લઈને તેમના મંદિરમાં આવો; પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રભુને નમન કરો.


તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં.


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે,


એ બેમાંથી કોઈપણ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને યજ્ઞકાર સમક્ષ લઈ જવી. તે સાથે તેણે અર્પણને માટે જવનો આશરે એક કિલો લોટ લાવવો. તેના પર તેલ રેડવામાં ન આવે કે લોબાન મૂકવામાં ન આવે; કારણ, એ તો સંશયનિવારણ માટે ગુનાની યાદ દેવડાવનારું અને તેને સાબિત કરવા માટેનું ધાન્યઅર્પણ છે.


પણ તમે એવું શીખવો છો કે જો કોઈ માણસ પાસે પોતાનાં માતાપિતાને મદદ કરવા માટે કંઈ હોય, પણ તે કહે, ‘આ તો કુરબાન છે’ એટલે કે ઈશ્વરને અર્પિત થઈ ગયેલું છે,


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan