Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે તેને પાંખો પાસેથી ચીરે, પણ તેના બે ભાગ પાડી ન દે; અને યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે, પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે. પછી યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે, અને તેને વેદી પરના અગ્નિમાંનાં લાકડાં પર હોમી દે, આ પણ એક દહનાર્પણ છે અને એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:17
20 Iomraidhean Croise  

અબ્રામ એ બધાં પ્રભુની પાસે લઈ આવ્યો. તેણે તેમને વચ્ચેથી ચીરીને તેમના બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓને સામસામે ગોઠવ્યા; પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ.


પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


તમે મને ક્સમધ્યે મૃત્યુલોક શેઓલને સોંપવાના નથી; અને તમારા આ પ્રિય ભક્તને કબરભેગો કરવાના નથી.


પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તેણે તેના પર ઓલિવ તેલ રેડવું અને લોબાન મૂકવો. પછી તે અર્પણ આરોનવંશી યજ્ઞકાર સમક્ષ લાવવું. યજ્ઞકારે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો લોબાન લઈને તેમનું પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


યજ્ઞકારોએ આ બધાંનું વેદી પરના અગ્નિમાં દહનબલિ તરીકે દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


તેણે તેમને યજ્ઞકાર પાસે લાવવાં. સૌપ્રથમ યજ્ઞકાર પ્રાયશ્ર્વિત બલિ માટે પક્ષી ચડાવે. તેણે તેની ડોક મરડી નાખવી; પણ એવું કરતાં તેનું માથું અલગ પડવા દેવું નહિ.


“ધાન્યઅર્પણ અંગેના નિયમો આ પ્રમાણે છે: આરોનવંશી યજ્ઞકારે યજ્ઞવેદી સમક્ષ ધાન્યઅર્પણ પ્રભુને ચડાવવું.


તેમણે તેને પ્રાણીનું માથું અને દહનબલિના ટુકડાઓ આપ્યાં અને તેણે તેમનું યજ્ઞવેદી પર દહન કર્યું.


જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે,


બીજા હલવાનનું અર્પણ સાંજે કરવું અને તેની સાથે સવારના જેવા જ ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. એ પ્રભુને પ્રસન્‍ન કરવા માટે સુવાસિત અગ્નિબલિ છે.


ઈસુએ ફરીથી મોટે ઘાંટે બૂમ પાડી અને પછી મરણ પામ્યા.


ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.


આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan