Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મોશેને બોલાવીને મુલાકાત મંડપમાંથી કહ્યું:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરતાં કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવા દેવે મૂસાને મુલાકાતમંડપમાં બોલાવીને તેને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:1
19 Iomraidhean Croise  

તેથી તેણે તેના પર પ્રાણીનાં દહનબલિ અને ધાન્યાર્પણ ચડાવ્યાં અને તે પર દ્રાક્ષાસવનું પેયાર્પણ અને સંગતબલિનું રક્ત રેડયું.


પ્રભુને દહનબલિ ચડાવવા તેઓ સિત્તેર આખલા, સો ઘેટાં અને બસો હલવાન લાવ્યા.


મોશે ઈશ્વરને મળવા સિનાઈ પર્વત પર ગયો. પ્રભુએ પર્વત પરથી મોશે સાથે બોલતાં કહ્યું, “યાકોબના વંશજો, એટલે ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે:


પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.”


હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ.


મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ.


પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”


ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.


મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી.


અને તે પડદાની આગળ બલિદાન ચડાવવાની યજ્ઞવેદી મૂકી. તે વેદી પર તેણે દહનબલિ અને ધાન્ય-અર્પણો ચડાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


સિનાયના રણપ્રદેશમાં પ્રભુએ ઇઝરાયલીઓને બલિદાનો ચડાવવાની આજ્ઞા ફરમાવી ત્યારે તેમણે સિનાય પર્વત પર મોશેને આ નિયમો આપ્યા હતા.


પછી તેણે વિધિના નિયમો પ્રમાણે દહનબલિ પણ ચડાવ્યો.


ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:


જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા.


ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં.


પ્રભુની વેદી પણ ઘડાયા વગરના આખા પથ્થરોથી બંધાવી જોઈએ. તે વેદી પર તમારે તમારા ઈશ્વર પ્રભુને દહનબલિ ચડાવવા;


Lean sinn:

Sanasan


Sanasan