Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અમારા માથા પરથી મુગટ પડી ગયો છે. અમને હાય હાય! કેમ કે અમે પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 અમારે માથેથી મુગટ પડી ગયો છે, દુર્ભાગ્ય અમારૂ! કારણકે અમે પાપ કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:16
25 Iomraidhean Croise  

તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, તેમણે મારી પ્રતિષ્ઠાને ધૂળમાં ભેળવી દીધી છે.


તમારા સેવક સાથેના કરાર પ્રતિ તમને ઘૃણા ઊપજી છે. તેના મુગટને ધૂળમાં નાખીને ભ્રષ્ટ કર્યો છે.


નેકી પ્રજાને મહાન બનાવે છે, પરંતુ પાપ કોઈપણ પ્રજા માટે કલંકરૂપ છે.


કારણ, યરુશાલેમ પાયમાલ થવા બેઠું છે! યહૂદિયાની પડતી થઈ છે! તેમનાં વાણી અને કાર્યો પ્રભુની વિરુદ્ધ થયાં છે. તેઓ ખુલ્લેઆમ ઈશ્વરની સામા પડે છે.


પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.


હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


હે યહૂદિયા, તારી ચાલ અને તારાં કાર્યોને લીધે તારી આવી દશા થઈ છે. આ તો તારા પાપની કડવાશ છે અને તેનાથી તારું હૃદય વીંધાયું છે.”


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


“પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે.


“હે પ્રભુ, મારા મનની પીડા અને આત્માનું દુ:ખ જુઓ; મારા પાપને લીધે શોકમાં મારું હૃદય ભાંગી પડયું છે. રસ્તાઓ પર ખૂન થાય છે અને ઘરમાં મરણ થાય છે.


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!


પ્રભુ પરમેશ્વર કહે છે: “તારો રાજમુગટ અને તારી પાઘડી ઉતારી નાખ. કશું જ યથાવત્ સ્થિતિમાં રહેવાનું નથી. નીચાને ઊંચો અને ઊંચાને નીચો બનાવવામાં આવશે.


તેથી મેં તમને તમારા પાપને લીધે ઘાયલ કર્યા છે અને તમારી તારાજી આરંભી દીધી છે.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે.


તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan