Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 5:13 - પવિત્ર બાઇબલ C.L.

13 અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જુવાનોએ દળવાની ઘંટી ફેરવી છે, ને છોકરાં લાકડાં [ના ભાર] થી લથડતાં ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જુવાનો પાસે ચક્કી પીસાવવામાં આવે છે. અને છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 5:13
11 Iomraidhean Croise  

તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને બીજાઓ તેને ભોગવે.


તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.


અને ઇજિપ્તમાંના સર્વ પ્રથમજનિતો, એટલે રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિત રાજકુંવરથી માંડીને ઘંટીએ દળનાર દાસીના પ્રથમજનિત સુધી સૌ, તેમ જ પ્રાણીઓનાં પ્રથમ જન્મેલાં બધાં બચ્ચાં માર્યાં જશે.


મોશે મોટો થયો. ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યાં તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હિબ્રૂ જાતભાઈને મારી નાખતાં પણ જોયો.


જો તેનું ગધેડું ભારથી નીચે પડી ગયું હોય તો તેને ઊભું કરવામાં સહાય કરો; ત્યાંથી તેની અવગણના કરીને ચાલ્યા જશો નહિ.


ઘંટીએ બેસીને દળવા માંડ; તારો ધુંઘટ ઉઠાવી લે. તારો ચણિયો ઊંચો પકડ અને ખુલ્લા પગે ઝરણાં પાર કરીને જા.


“હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો.


આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે.


તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી.


પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો.


Lean sinn:

Sanasan


Sanasan