Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:9 - પવિત્ર બાઇબલ C.L.

9 લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનારા કરતાં સુખી છે; કેમ કે [ભૂખ્યા માણસો] ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ભૂખથી મરનાર કરતાં તરવારથી મરનાર વધારે નસીબદાર હતા; તેમના જીવનો અન્નજળ વિના વહી ગયાં છે કારણકે ત્યાં લણવા માટે ધાન નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:9
10 Iomraidhean Croise  

એ જ વર્ષના ચોથા માસને નવમે દિવસે એવો કારમો ભૂખમરો હતો કે લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.


ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”


આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી.


“તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.”


તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો.


પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’


પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું યરુશાલેમમાંથી અન્‍નનો પુરવઠો કાપી નાખીશ. ત્યાંના લોકો ભયના માર્યા તોળી તોળીને ખાશે અને બીતાં બીતાં પાણી પીશે.


નગર બહાર લડાઈ છે, અંદર રોગચાળો અને દુકાળ છે; જે કોઈ નગરની બહાર ખેતરમાં છે તે તલવારથી માર્યો જશે, જે કોઈ નગરમાં છે તે રોગચાળો અને દુકાળનો ભક્ષ થઈ પડશે.


તમારામાંના જે કોઈ થોડાક ત્યાં બચી જશે તેઓ તમારાં પોતાનાં અને તમારાં પૂર્વજોના પાપને લીધે નાશ પામશે.


તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે.


Lean sinn:

Sanasan


Sanasan