Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પણ હવે તેઓ રસ્તાઓ પર ઓળખી ન શકાય તેવી રીતે પડેલા છે. મૃત્યુને લીધે તેમનાં મોં કાળાંમેશ થઈ ગયાં છે. તેમની ચામડી સૂકાં લાકડાં જેવી થઈ ગઈ છે અને તેમનાં હાડકાં પર વળગી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ હાલ તેઓનું મુખ કોયલ કરતાં કાળું થયું છે! તેઓ મહોલ્લાઓમાં ઓળખાતા નથી. તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે; તે સુકાઈને લાકડાં જેવી થઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે, ઓળખાતા નથી. તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે; તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:8
17 Iomraidhean Croise  

દાંત જેમ અવાળાંને વળગી રહે છે, તેમ મારાં હાડકાં મારાં માંસ અને ચામડીને વળગી રહ્યાં છે!


તેમણે દૂરથી યોબને જોયો ત્યારે તેઓ તેને ઓળખી પણ શક્યા નહિ, તેથી તેઓ પોક મૂકીને રડયા. તેમણે પોતપોતાનો ડગલો ફાડયો અને આકાશ તરફ પોતાના માથા પર ધૂળ ઉછાળતાં ઊંડો શોક પ્રગટ કર્યો.


મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે.


તેના શરીર પરનું માંસ ગળી જાય છે અને દેખાતું જ નથી અને અગાઉ નહિ દેખાતાં હાડકાં ઊપસી આવે છે.


ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું.


હું ધૂમાડાથી બગડેલી મશક જેવો બિનઉપયોગી બન્યો છું છતાં હું તમારાં ફરમાનો વિસરતો નથી.


કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)


તમારા પ્રકોપને લીધે મારા શરીરમાં તંદુરસ્તી નથી; મારા પાપને કારણે મારાં હાડકાંમાં પણ ચેન નથી.


એક સમયે તો ઘણા લોકો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા; કારણ, તેનો ચહેરો અને તેનો સમગ્ર દેખાવ અમાનુષી રીતે એવો વિરૂપ બનાવી દેવાયો કે તે માણસ હોય એવું લાગે જ નહિ!


ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.


તેઓ જેમ આગળ વધે છે તેમ સૌ કોઈ ગભરાઈ જાય છે, પ્રત્યેક ચહેરો ફિક્કો પડી જાય છે.


નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.


‘અમારે પગે ચોંટેલી તમારા નગરની ધૂળ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ; પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોચ્યું છે.’


Lean sinn:

Sanasan


Sanasan