Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:7 - પવિત્ર બાઇબલ C.L.

7 અમારા રાજકુંવરો હિમ કરતાં સ્વચ્છ અને દૂધ કરતાં ધોળા હતા. તેમનાં શરીર માણેક જેવાં રાતાંમાતાં હતાં; તેમનું રૂપ નીલમ જેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેના સરદારો હિમ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં ધોળા હતા, તેઓનાં શરીર માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેના ચુનંદા વીરો હીમ કરતાં ય સ્વચ્છ હતા, અને દૂધ કરતાં ય ધોળા હતા. તેમનાં શરીર પરવાળાં કરતાં ય લાલ હતાં અને તેમની નસો નીલમણી જેવી નીલ હતી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:7
15 Iomraidhean Croise  

ઓફિરના વિશુદ્ધ સોનાથી પણ તે ખરીદી શકાય નહિ, કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણિથી તેની કીમત થાય નહિ.


પરવાળાં અને સ્ફટીકમણિની વાત જ કરવી નહિ, કારણ, કીમતી માણેક કરતાં પણ જ્ઞાન અધિક મૂલ્યવાન છે.


ઈશ્વરની આશિષથી અમારા પુત્રો પોતાની યુવાનીમાં પૂર્ણવિકસિત રોપા સમાન મજબૂત થાઓ, અને અમારી પુત્રીઓ રાજમહેલ શણગારવા કોતરાયેલી થાંભલીઓ જેવી સુંદર બનો.


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


તેમના પગ નીચે જાણે કે નીલમના જેવી ફરસબંધી હતી અને તે સ્વચ્છ આકાશ જેવી આસમાની રંગની હતી.


મારો પ્રીતમ દેદિપ્યમાન અને રાતોમાતો છે. તે દસ હજારમાં અદકો- અનોખો છે.


તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્થંભ જેવા છે. મારા પ્રીતમનો દેખાવ લબાનોન પર્વત પર આવેલાં ઊંચા ગંધતરુ જેવો ભવ્ય છે.


દસ દિવસ પૂરા થતાં રાજવી ખોરાક જમનારા સર્વ કરતાં તેઓ વધુ તંદુરસ્ત અને સશક્ત દેખાયા.


ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.


તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.”


પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે.


છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”


તેથી યિશાઈએ સંદેશક મોકલીને તેને બોલાવડાવ્યો. તે સુંદર અને તંદુરસ્ત જુવાન હતો અને તેની આંખો ચમક્તી હતી. પ્રભુએ શમુએલને કહ્યું, “આ જ તે છે. તેનો અભિષેક કર.”


Lean sinn:

Sanasan


Sanasan