Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યાં છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું, તેના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મારા લોકોએ સદોમ કરતા વધારે પાપ કર્યાં છે, અને સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું છે; છતાં પણ કોઇ માણસે તેમને હાથ લગાડયો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:6
14 Iomraidhean Croise  

ત્યારે પ્રભુએ સદોમ અને ગમોરા પર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યાં.


તેમણે તે શહેરોનો, એ ખીણપ્રદેશનો, બધા નગરવાસીઓનો અને ભૂમિ ઉપર ઊગેલી બધી વનસ્પતિનો નાશ કર્યો.


જેવી યજ્ઞકારની તેવી જ લોકોની, જેવી ગુલામની તેવી જ માલિકની, જેવી દાસીની તેવી જ શેઠાણીની, જેવી વેચનારની તેવી જ ખરીદનારની, જેવી લેણદારની તેવી જ દેણદારની, જેવી શ્રીમંતની તેવી જ ગરીબની, સૌની એ જ હાલત થશે.


પ્રભુએ સહેજ પણ દયા દાખવ્યા વિના જેમનો નાશ કર્યો, એવા નગરની જેમ એ માણસ નષ્ટ થાઓ! તે માણસ સવારે વિલાપ અને બપોરે યુદ્ધનાદ સાંભળો!


પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.


લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે.


ચાલાક હોવાથી તે છળકપટમાં સફળ થશે. પોતે ગર્વિષ્ઠ હોવાથી અગાઉથી ચેતવણી આપ્યા વિના જ ઘણાને મારી નાખશે. વળી, તે સૌથી મહાનમાં મહાન રાજાનો પણ તિરસ્કાર કરશે, પણ માનવ તાક્તના ઉપયોગ વિના તેનો નાશ કરવામાં આવશે.


અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે.


કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ.


હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર એ નગર કરતાં સદોમ પર વધુ દયા દર્શાવશે.”


“શેઠ તેની પાસે શાની અપેક્ષા રાખે છે તે જાણતો હોવા છતાં જે નોકર તૈયાર રહેતો નથી અને તેના શેઠની ઇચ્છા પ્રમાણે કરતો નથી, તેને ભારે શિક્ષા થશે.


Lean sinn:

Sanasan


Sanasan