Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:3 - પવિત્ર બાઇબલ C.L.

3 વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાળીને ધવડાવે છે! પણ મારા લોકોની દીકરી રાનમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શિયાળ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાડીને ધવડાવે છે પરંતુ મારી પ્રજા વગડાના શાહમૃગ જેવી લાગણી શૂન્ય થઇ ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:3
14 Iomraidhean Croise  

બીજી સવારે હું જાગી ઊઠી અને મારા દીકરાને દૂધપાન કરાવવા જતી હતી ત્યારે ખબર પડી કે તે મરેલો છે. મેં તેના તરફ ધારીને જોયું તો તે મારો પુત્ર નહોતો.”


તેમના કિલ્લાઓમાં વરુ અને તેમના વૈભવવિલાસી મહેલોમાં શિયાળવાં ભૂંકશે. બેબિલોનનો સમય આવી લાગ્યો છે; તેનું પતન નજીક છે.”


તેના રાજગઢો પર કાંટા અને કિલ્લાઓ પર ઝાંખરાં ઊગી નીકળશે અને તેઓ શિયાળવાંની બોડ અને શાહમૃગોનો વાસ બની જશે.


તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.


એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”


હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે.


મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે.


તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.


તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.


અનૈતિક, વિશ્વાસઘાતી, ક્રૂર અને દયાહીન બને છે.


Lean sinn:

Sanasan


Sanasan