Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અમારી આંખો ખાલી સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે નહિ એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે, અમને બચાવી શકે એવા પ્રજાની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મદદની આશામાં સમય જોઇ જોઇ, અમારી આંખો પણ થાકી ગઇ. પ્રજા રક્ષકની આશાએ રાહ જોઇ રહી પરંતુ અમને બચાવવા કોઇ ન આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:17
15 Iomraidhean Croise  

ઇજિપ્તનો રાજા અને તેનું સૈન્ય તે પછી ક્યારેય ઇજિપ્તમાંથી કૂચ કરી બહાર આવ્યું નહિ. કારણ, યુફ્રેટિસ નદીથી ઇજિપ્તની ઉત્તર સરહદ સુધીનો ઇજિપ્તનો સઘળો પ્રદેશ હવે બેબિલોનના રાજાની હકૂમત હેઠળ હતો.


કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે.


મરણ સાથેનો તમારો કરાર તૂટી જશે અને મૃત્યુલોક શેઓલ સાથેની તમારી સંધિ રદ થશે. તમારા પર વિનાશનો ચાબુક વીંઝાશે અને તેના પ્રહારથી તમે પડી જશો.


હવે ઇજિપ્ત જઈને નાઈલ નદીનું પાણી પીવાથી તને શું લાભ થવાનો છે? આશ્શૂર દેશમાં જઈને યુફ્રેટિસ નદીનું પાણી પીવાથી તને શો લાભ થવાનો છે?


બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.


ઇજિપ્ત દેશમાંથી પણ તું નિરાશામાં માથે હાથ દઈને નીકળી જઈશ. કારણ, જેમના પર તેં આધાર રાખ્યો હતો, તેમને મેં પ્રભુએ તજી દીધા છે; તેમનાથી તારું હિત થશે નહિ.”


ઉનાળો પસાર થઈ ગયો છે, અરે, કાપણીની મોસમ પણ પૂરી થઈ છે. છતાં, અમારો ઉગારો થયો નથી.


“મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી. યજ્ઞકારો અને આગેવાનો જીવવા માટે ખોરાકની શોધમાં હતા ત્યારે શહેરના રસ્તા પર માર્યા ગયા.


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


જીવતા રહેવા ખોરાકને માટે અમે ઇજિપ્ત ને આશ્શૂરની પાસે ભીખ માગી છે.


ઇઝરાયલીઓ ફરી કદી સહાય માટે તેમના પર આધાર રાખશે નહિ. ઇજિપ્તના હાલહવાલ જોઈને પોતે તેમના પર આધાર રાખીને કેવી ભૂલ કરી હતી તેનું તેમને હંમેશા સ્મરણ થશે અને ત્યારે ઇઝરાયલ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.”


Lean sinn:

Sanasan


Sanasan