Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 4:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેના પ્રબોધકોનાં પાપોને લીધે, તેના યાજકોના અન્યાયને લીધે, તેઓએ તેમાં ધાર્મિકોનું રક્ત પાડ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ બન્યું એમ, પ્રબોધકોના પાપે; અને યાજકોના અન્યાયને કારણે; તેમણે નગરમાં ન્યાયીઓનું લોહી વહાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 4:13
18 Iomraidhean Croise  

પણ પ્રભુએ મને જવાબ આપ્યો, “બીજા સંદેશવાહકો મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે. મેં તેમને મોકલ્યા નથી કે તેમને કોઈ આજ્ઞા આપી નથી. અરે, હું તેમની સાથે બોલ્યો પણ નથી. તેઓ તેમના ઉપદેશમાં ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાના મનની કલ્પનાઓનો ઉપયોગ કરે છે”


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


“સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?”


કારણ, નાનામોટા સૌ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે!


તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી.


તમે આ નગરમાં ઘણા લોકોની હત્યા કરી છે અને તેમનાં મડદાંથી શેરીઓ ભરાઇ ગઇ છે.


તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે.


આમ, તમે પોતે જ કબૂલ કરો છો કે તમે સંદેશવાહકોના ખૂનીઓના વંશજો છો!


શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan