Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:66 - પવિત્ર બાઇબલ C.L.

66 તમારા કોપથી તેમનો શિકાર કરો અને પૃથ્વી પરથી તેમને નષ્ટ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

66 કોપથી તેઓની પાછળ પડો, ને યહોવાના આકાશ નીચેથી તેઓનું નિકંદન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

66 ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

66 ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા! તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:66
14 Iomraidhean Croise  

પણ પ્રભુનો ઇરાદો ઇઝરાયલનું આકાશ તળેથી નામનિશાન ભૂંસાઈ જાય એ રીતે તેમનું નિકંદન કાઢી નાખવાનો નહોતો. તેમણે તેમને રાજા યરોબામ બીજાના હાથે બચાવ્યા.


આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે.


તેઓ પવનમાં ઊડી જતા તણખલા જેવા થાઓ, અને પ્રભુનો દૂત તેમને હાંકી કાઢો.


તેમનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ, અને પ્રભુનો દૂત તેમનો પીછો પકડો.


જો મેં આવી વાતો ઉચ્ચારી હોત, તો મેં ઈશ્વરના લોકનો દ્રોહ કર્યો હોત.


જ્યારે હું તમારે હાથે રચેલા આકાશને, અને તમે તેમાં ગોઠવેલા ચંદ્ર અને તારાઓને નિહાળું છું,


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે.


પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું.


તમે તમારા રોષમાં અમારો પીછો કર્યો અને અમારી નિર્દય ક્તલ કરી છે. તમારા ક્રોધમાં તમારી દયા ઢંકાઈ ગઈ હતી.


તો પણ જે સારું છે તેનો તેમણે અનાદર કર્યો છે. એને લીધે તેમના શત્રુઓ તેમની પાછળ પડશે.


તેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસામાં આપે છે, તેમાં જ્યારે તમારી આસપાસના સર્વ શત્રુઓથી તે તમને સહીસલામતી બક્ષે ત્યારે તમારે સર્વ અમાલેકીઓનો સંહાર કરવો; અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું; એ તમે ભૂલશો નહિ.


તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે.


ઈશ્વર તેમના રાજવીઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેમનું નામનિશાન ભૂંસી નાખશો, તમારી સામે કોઈ ટકી શકશે નહિ અને તમે તે સૌનો વિનાશ કરશો.


Lean sinn:

Sanasan


Sanasan