Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયાનો વિલાપ 3:40 - પવિત્ર બાઇબલ C.L.

40 આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ, ને યહોવાની તરફ ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 આપણી રીતભાત તપાસીએ અને કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયાનો વિલાપ 3:40
22 Iomraidhean Croise  

રાજા અને તેના અમલદારોના આદેશથી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં એવી જાહેરાત કરવા સંદેશકો નીકળી પડયા. તેમણે રાજાના ફરમાન પ્રમાણે કહ્યું, “હે આશ્શૂરના રાજાઓના પંજામાંથી બચી ગયેલા ઇઝરાયલી લોકો, તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરો, એટલે તે પણ તમારી તરફ પાછા ફરશે.


તમે પ્રભુ તરફ પાછા ફરશો તો તમારા સગાંસંબંધીઓને કેદીઓ તરીકે લઈ જનાર તેમની દયા ખાશે અને તેમને પાછા ઘેર મોકલી દેશે. તમારા ઈશ્વર પ્રભુ દયાળુ અને કૃપાવંત છે, અને તમે તેમની પાસે પાછા ફરશો, તો તે તમારો સ્વીકાર કરશે.”


જ્યારે મેં મારા વર્તન વિષે વિચાર કર્યો, ત્યારે હું તમારાં સાક્ષ્યવચનો પ્રતિ વળ્યો છું.


ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ.


તે માટે, હે યાકોબના વંશજો, તમારા ઈશ્વર તરફ પાછા ફરો! પ્રેમ અને ન્યાય જાળવી રાખો અને તમારા ઈશ્વરની નિરંતર ઝંખના રાખો.


તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.”


લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે.


પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ.


આથી રોટલી ખાતાં પહેલાં તેમ જ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે આત્મપરીક્ષા કરવી જોઈએ.


જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ, તો આપણે ઈશ્વરના ન્યાયશાસન નીચે આવતા નથી;


તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?


જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો.


Lean sinn:

Sanasan


Sanasan